પીએમ મોદીએ ડો. અરુણીમા સિંહાને તેમની અભૂતપૂર્વ સફળતા બદલ અભિનંદન પાઠવ્યા છે. અરુણીમા દુનિયાના પ્રથમ અપંગ મહિલા છે કે જેમણે માઉન્ટ એવરેસ્ટને સર કર્યો હતો.

અરુણીમા સિંહાને પદ્મ શ્રી એવોર્ડથી પણ સમ્માનિત કરવામાં આવ્યા હતા. અડગ આત્મવિશ્વાસ ધરાવતા સિંહા વોલીબોલ અને ફૂટબોલના રાષ્ટ્રીય સ્તરે ખેલાડી રહી ચુક્યા છે.

વર્ષ ૨૦૧૧માં સિંહા સાથે એક અજીબોગરીબ કિસ્સો થયો હતો જેને લીધે તેઓ અપંગના ભોગ બન્યા હતા.

૧૨ એપ્રિલ વર્ષ ૨૦૧૧ના રોજ તેઓ લખનૌથી પદ્માવતી એક્સપ્રેસ ટ્રેનમાં સીઆઈએસએફની પરીક્ષા આપવા માટે જઈ રહ્યા હતા. તે દરમ્યાન ટ્રેનમાં લુટેરાઓએ તેમની બેગ અને સોનાની ચેનને ચોરવાના પ્રયત્નો કર્યા. તેમનો વિરોધ કરતા ચોર લોકોએ તેમને ચાલુ ટ્રેનમાંથી નીચે ધક્કો મારી દીધો હતો.
અકસ્માત વિશે સિંહા કહે છે કે મેં તેમનો વિરોધ કર્યો અને તેમણે મને ટ્રેનની નીચે ધક્કો મારી દીધો હતો. હું ઉભી થઇ શકી નહતી. મને યાદ છે કે હું ઉભા થવાના પ્રયત્નો કરતી હતી તે દરમ્યાન ટ્રેન મારી સામે આવી રહી હતી. મેં ઘણા પ્રયત્નો કર્યા પણ ટ્રેન મારા પગ પરથી ચાલી ગઈ તે પછી શું થયું તે મને કઈ યાદ નથી.
