Entertainment News/ પાકિસ્તાનમાં ‘ધુરંધર 3’નું એલાન,નબીલ ગબોલનો આદિત્ય ધરને પડકાર

Pakistanના લ્યારી વિસ્તારના સાંસદ નબીલ ગબોલએ ભારતીય ડિરેક્ટર આદિત્ય ધરને ખુલ્લો પડકાર ફેંકતા ‘ધુરંધર 3’ (Dhurandhar-3)વી ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે

India Entertainment
Pakistanના લ્યારી વિસ્તારના સાંસદ નબીલ ગબોલએ ભારતીય ડિરેક્ટર આદિત્ય ધરને ખુલ્લો પડકાર ફેંકતા ‘ધુરંધર 3’ (Dhurandhar-3)વી ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે

Entertainment News : Pakistanના લ્યારી વિસ્તારના સાંસદ નબીલ ગબોલએ ભારતીય ડિરેક્ટર આદિત્ય ધરને ખુલ્લો પડકાર ફેંકતા ‘ધુરંધર 3’ (Dhurandhar-3)વી ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે આ ફિલ્મનું નામ ‘ધુરંધર’ નહીં પરંતુ ‘લ્યારી કા ગબ્બર’ રહેશે.

‘ધુરંધર 3’ (Dhurandhar-3)વી ફિલ્મ બનાવવાની જાહેરાત

સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં નબીલ ગબોલે કહ્યું કે, ‘ભારતે લ્યારીને ટાર્ગેટ કરી ફિલ્મો બનાવી છે, હવે હું તેનો જવાબ આપશ. ‘ધુરંધર’ અને તેની સિક્વલને ટક્કર આપતી ફિલ્મ બનાવીશ.’

“હું રાકેશ બેદી નથી” – ગબોલની કડક ટિપ્પણી

નબીલ ગબોલે(Nabeel Gabol) વધુમાં કહ્યું કે, ‘હું કોણ છું તે તેમને ખબર પડી જશે. હું રાકેશ બેદી નથી. એવો જવાબ આપીશ કે આદિત્ય ધર અને નરેન્દ્ર મોદી બંને યાદ રાખશે.’

ચર્ચા મુજબ, ‘ધુરંધર’માં રાકેશ બેદી દ્વારા ભજવાયેલ ‘જમીલ જમાલી’નું પાત્ર નબીલ ગબોલ પરથી પ્રેરિત હોવાનું માનવામાં આવે છે.

‘ધુરંધર’ ફિલ્મનો બોક્સ ઓફિસ ધમાકો

ધુરંધર 5 ડિસેમ્બર 2025એ રિલીઝ થઈ હતી અને વિશ્વભરમાં આશરે ₹1,307 કરોડની કમાણી કરી હતી. ફિલ્મમાં રણવીર સિંહ, સંજય દત્ત, અક્ષય ખન્ના, આર. માધવન, અર્જુન રામપાલ અને સારા અર્જુન મુખ્ય ભૂમિકામાં હતા.

ભારતમાં ફિલ્મનું ગ્રોસ કલેક્શન ₹1,005.85 કરોડ અને નેટ કલેક્શન ₹840 કરોડ રહ્યું હતું, જ્યારે ઓવરસીઝમાં આશરે ₹299.5 કરોડની કમાણી થઈ હતી.

‘ધુરંધર 2’ પણ સુપરહિટ

ધુરંધરઃ ધ રિવેન્જ 19 માર્ચ 2026એ રિલીઝ થઈ હતી અને અત્યાર સુધીમાં વિશ્વભરમાં ₹1,780.76 કરોડની કમાણી કરી ચૂકી છે. ભારતમાં નેટ ₹1,132.94 કરોડ અને ગ્રોસ ₹1,356.01 કરોડ સુધી પહોંચી ગયું છે, જ્યારે વિદેશી બજારમાંથી ₹424.75 કરોડ મળ્યા છે.

ફિલ્મ વિવાદો વચ્ચે રાજકીય એન્ટ્રી

‘ધુરંધર’ સિરીઝ શરૂઆતથી જ વિવાદોમાં રહી છે, અને હવે પાકિસ્તાની સાંસદની એન્ટ્રીથી આ મુદ્દો વધુ ગરમાયો છે. ‘લ્યારી કા ગબ્બર’ ખરેખર બને છે કે નહીં, તે જોવાનું રહેશે, પરંતુ હાલ માટે આ મુદ્દાએ સોશિયલ મીડિયા અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચર્ચા જાગવી છે.


આ પણ વાંચો : ધુરંધર ફિલ્મ વિવાદમાં સપડાઈઃ બલોચ સમાજમાં આક્રોશ

આ પણ વાંચો : રણવીર સિંહની ધુરંધર 2એ રચ્યો ઈતિહાસ! હિન્દીમાં ₹1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ

આ પણ વાંચો : ધુરંધર’ ફિલ્મના એક્ટરની ધરપકડ! નોકરાણી સાથે 10 વર્ષ સુધી બાંધ્યા શારીરિક સંબંધ!