લખનઉમાં આજથી મેટ્રો જનતા માટે દોડતી થઇ ગઈ છે. સીએમ યોગી આદિત્યનાથ,રાજ્યપાલ રામ નાઈક ગૃહમંત્રી રાજનાથ સિંહની હાજરીમાં મંગળવારે મેટ્રો સેવાનું ઉદઘાટન કરાયું. મેટ્રો સેવા સવારે ૬વાગ્યાથી રાત્રે ૧૦ વાગ્યા સુંધી ટ્રાન્સપોર્ટનગરથી ચારબાગ વચ્ચે દોડશે. ભાડુ 10 રૂપિયાથી લઈને 30 રૂપિયા હશે.
સીએમએ કહ્યું કે, યુપીના અન્ય શહેરોમાં પણ મેટ્રોની સંભાવના પર વિચાર કરવામાં આવી રહ્યો છે. યુપી મેટ્રો કોર્પોરેશનનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. હવે અલગ અલગ મેટ્રો કોર્પોરેશનની જરૂર નહિ પડે. યોગીના મુજબ, વડાપ્રધાનનું સપનું છે. ત્રણ વર્ષોમાં દેશના 50 શહેરોમાં મેટ્રોનું સંચાલન થાય.
