દુર્ઘટના/ મુરૈનામાં ફૂડ ફેક્ટરીમાં ઝેરી ગેસ લીક થતા 5 મજૂરોના મોત

મધ્યપ્રદેશના મુરૈનામાં સાક્ષી ફૂડ ફેક્ટરીમાં ઝેરી ગેસ લીક ​​થવાને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ છે. ફેક્ટરીમાં કામ કરતા 5 મજૂરોના મોત થયા હતા.

India Trending

Madhyapradesh : મધ્યપ્રદેશના મુરૈનામાં સાક્ષી ફૂડ ફેક્ટરીમાં ઝેરી ગેસ લીક ​​થવાને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ છે. ફેક્ટરીમાં કામ કરતા 5 મજૂરોના મોત થયા હતા. પ્રશાસનના અધિકારીઓ અને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. પાંચ મૃતક મજૂરોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા હતા. ફેક્ટરીને ખાલી કરાવવામાં આવી છે. આ ઘટના જિલ્લાના જરેરુઆ વિસ્તારમાં આવેલી સાક્ષી ફૂડ ફેક્ટરીમાં બની હતી.

મળતી માહિતી મુજબ સાક્ષી ફૂડ ફેક્ટરીમાં 9 ફૂટ ઊંડી ટાંકી સાફ કરવા બે કામદારો નીચે ઉતર્યા હતા. ટાંકીમાં ઝેરી ગેસ લીકેજ થતાં બંને કામદારોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે તેની હાલત વધુ બગડી ત્યારે એક પછી એક વધુ ત્રણ મજૂરો તેને બચાવવા ટાંકીમાં ઉતર્યા હતા. જેના કારણે ટાંકીની અંદર તમામ 5 મજૂરોના મોત થયા હતા. મૃતક 5 મજૂરોમાં ત્રણ મજૂરો સગા ભાઈઓ છે.

માહિતી મળતાં જ પોલીસ અધિકારીઓ અને ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મૃતક મજૂરોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. સાક્ષી ફૂડ ફેક્ટરીમાં ચેરી બનાવવાનું કામ થાય છે.

મુરૈનાના એસપી શૈલેન્દ્ર ચૌહાણે આ ઘટના વિશે ANIને જણાવ્યું હતું કે, “મુરૈનામાં ચેરી ફેક્ટરીના બોઈલરમાં પાંચ કામદારોના મોત થયા હતા. તેમના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. પોલીસ કર્મચારીઓ ઘટનાસ્થળે હાજર છે.”

આ પણ વાંચો:ચંદ્ર પર ઈસરોને મોટી સફળતા, પ્રજ્ઞાન રોવરે શોધી કાઢ્યો ઓક્સિજન, હાઈડ્રોજનની શોધ ચાલુ

આ પણ વાંચો:બકરીની બાબતે થયો ઝઘડો, પાડોશીએ યુવકના ગુપ્તાંગને ચાવી ખાધું…

આ પણ વાંચો:‘સર્જિકલ સ્ટ્રાઈક અને ગોધરા જેવી ઘટનાઓને અંજામ આપી શકે છે ભાજપ ‘, સંજય રાઉતનો દાવો

આ પણ વાંચો:આદિત્ય L1 સાથે શું છે PAPAનું કનેક્શન, કેવી રીતે થશે ફાયદો, જાણો મિશનની કુલ કિંમત