ટોકિયો,
નાણાકીય અનિયમિત્તાના આરોપોનો સામનો કરી રહેલા નિસાનના પૂર્વ પ્રમુખ કાર્લોસ ઘોસનની મુશ્કેલીમાં વધારો થયો છે. ટોકિયોની કોર્ટ દ્વારા મંગળવારે ઘોસનની અર્જી ફગાવી દીધી છે.
આ સાથે જ હવે તેઓની હાલ પુરતી જેલમાંથી બહાર આવવાની સંભાવનાઓ ઓછી છે. નોંધનીય છે કે, નાણાકીય ગડબડીના કેસમાં ૧૯ નવેમ્બરના રોજ ઘોસનની ધરપકડ કરાઈ હતી.

આ પહેલા ઘોસને સોમવારે એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે, “તેઓ જાપાનમાં રહેશે અને જરૂરી હશે તો ઇલેક્ટ્રોનિક ટેગ પણ પહેરશે.
તેઓએ પોતાના ત્રણ પાસપોર્ટ જમા કરાવવા, ઇલેક્ટ્રોનિક ટેગિંગ ઉપકરણ પહેરવા અને જમાનતની રાશિ વધારવા અંગે પણ કહી હતી.
આ ઉપરાંત ઘોસને જણાવ્યું હતું કે, “જો કોર્ટ તેઓની જમાનત અરજી પર વિચાર કરે છે તો હું જણાવવા માંગું છું કે, તે પોતે જાપાનમાં જ રહેશે અને જમાનતની તમામ શરતોનું સન્માન કરશે”.
