Rajasthan News: આમ તો ભારતમાં બધા જ મંદિર પોતાની વિશિષ્ટ વાસ્તુકલાથી (Vastu Art) પ્રસિદ્ધ છે અને દર એક મંદિરનું પોતાનું ધાર્મિક મહત્વ છે, પરંતુ રાજસ્થાનના બાડમેર જિલ્લામાં આવેલા આ કિરાડૂ મંદિરની વાત કરીયે તો આ મંદિર પોતાની અદ્દભુત વાસ્તુકલાની સાથે એક પ્રાચીન શ્રાપની કહાનીના કારણે રહસ્યમયી અને ડરામણું માનવામાં આવે છે.

દક્ષિણ ભારતીય શૈલીમાં બનેલું આ મંદિર બાડમેર શહેરથી 35 કિલોમીટર દૂર છે અને 5 મંદિરોનું એક જૂથ છે. ઉત્તર ભારતમાં આવેલું હોવા છતાં આ મંદિરોનું નિર્માણ દક્ષિણ ભારતીય શૈલીમાં થયું છે. તેની તુલના ખજુરાહોના મંદિરોની શૈલી સાથે કરવામાં આવે છે. આ કિરાડૂ મંદિરની (Kiradu Temple) વાસ્તુકલાઓ ખૂબ જ આકર્ષક અને અનોખી છે. આ પાંચ સમૂહના મંદિરોમાંથી સૌથી મુખ્ય સોમેશ્વર મંદિર છે, જે ભગવાન શિવને સમર્પિત છે. આ મંદિરોની ઘણી મૂર્તિઓ તૂટી પણ ગઈ છે અને સમયની સાથે તેના સ્વરૂપમાં પણ ફેરફાર આવ્યો છે.

અને હવે વાત કરીએ આ મંદિરને શ્રાપ સાથે જોડાયેલી લોકકથાઓને
આ કિરાડૂ મંદિરની સૌથી પ્રચલિત લોકકથા કહેવામાં આવે છે કે એક મહાન સંત અને તેમના શિષ્યની છે. જાણવામાં આવ્યું છે કે સંતે પોતાના શિષ્યની દેખભાળ રાખવાની વિનંતી ગ્રામજનોને કરી હતી. પણ ગ્રામજનો આ જવાબદારી ભૂલી ગયા જેના કારણે એક શિષ્યનું મોત થઈ ગયું હતું. આ જ કારણે સંતે ક્રોધિત થઈને આ ગામને શાપ આપ્યો હતો, કે સૂર્યાસ્ત પછી જે પણ આ સ્થાન પર રહેશે, તે પથ્થર બની જશે. કહેવાય છે કે આ શ્રાપના કારણે આજે પણ લોકો સૂર્યાસ્ત પછી મંદિર પરિસરમાં રોકાવાથી ડરે છે. પર્યટક અને સ્થાનિક લોકો સાંજ પડતા જ મંદિર છોડી દે છે.

આ કિરાડૂ મંદિર સૂમસામ અને વેરાન વિસ્તારમાં સ્થિત છે. આ વિસ્તારનું આખું વાતાવરણ વેરાન છે. આસપાસની રહસ્યમયી શાંતિ અને અજીબો ગરીબ ઉર્જા આ જગ્યાને ડરામણી બનાવે છે. જાણવા મળ્યું છે કે જે 5 મંદિરોનું પુનર્નિમાણ કરવાનો પ્રયાસ કરે છે, તેણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અમુક સ્થાનિક લોકોને રાતના સમયે અહીં અજીબોગરીબ અવાજો પણ સંભળાય છે અને અસામાન્ય ઘટનાઓનો અનુભવ પણ થવાનો દાવો કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો:ભારતનું એક માત્ર કુબેર મંદિર, જ્યાં ક્યારેય તાળું મારવામાં આવતું નથી
આ પણ વાંચો:આ મંદિરમાં પત્નીની સાથે બિરાજ્યા છે હનુમાનજી, દંપતી તરીકે પૂજાય છે
આ પણ વાંચો:સનાતન ધર્મમાં મંદિરની પરિક્રમાનું મહત્વ જાણો
