સુરત ખાતેથી 900 બસો રાજ્યભરમાં દોડાવવામાં આવશે
ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહારનિગમ દ્વારા દિવાળીનાં તહેવારોને ધ્યાનમાં રાખી મુસાફરો માટે અલાયદી પરિવહન સુવીધા કરવામાં આવી છે. દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહારનિગમ એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કર્યુ છે. અને તેની અમલાવરી પણ શરૂ કરી દેવામાં આવી છે. આ આયોજન મુજબ સુરત ખાતેથી 900 બસો રાજ્યભરમાં દોડાવવામાં આવશે. 1048 ટ્રીપો થકી બસોનું એક્સ્ટ્રા સંચાલન કરી આ આયોજન હાથ ધરાયુ છે.
એકસ્ટ્રા બસોની ગોઠવણો કરવામાં આવી
સુરતથી સૌરાષ્ટ્ર, પંચમહાલ અને ઉ.ગુજરાતની એકસ્ટ્રા બસોની ગોઠવણો કરવામાં આવી છે. મુસાફરોના ધસારાને ધ્યાનમાં રાખીને વિવિધ રુટો પર તમામ મુસાફરોને પરિવહન ઉપલબ્ધ થાય તેવી સરકાર દ્વારા વ્યાવસ્થા કરવામાં આવી છે.
બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું
તમામ બસો માટે મુસાફરો ઓનલાઈન બુકીંગ પણ કરી શકશે છે. સુરત એસટીમાં રત્નકલાકારો દ્વારા બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. અને રત્ન કલાકારોએ મોટી સંખ્યામાં બસોનું બુકિંગ કરાવ્યુ છે. આપને જણાવી દઇએ કે, 180 બસોનું ગ્રુપ બુકિંગ થય ચૂક્યું છે, તો 270 જટેલી બસો ઓનલાઇન બુક થઇ ગઇ છે. આપને જણાવી દઇએ કે સુરતમાં વસવાટ કરતા મોટાભાગનાં રત્નકલાકારો સૌરાષ્ટ્ર અને રાજ્યનાં અન્ય ભાગોમાંથી આવી સુરતમાં વસ્યા છે.
1200 જેટલી ટ્રીપો એસટી દ્વારા મુકવામાં આવી
દિવાળીનો તહેવાર હોવાથી મોટી સંખ્યામાં રત્નકલાકારો માદરે વતન જતા હોય છે. ત્યારે ગત વર્ષની સરખામણીએ બુકિંગમાં વધારો જોવામાં આવી રહ્યો છે. 1200 જેટલી ટ્રીપો એસટી દ્વારા મુકવામાં આવી છે. અને આજથી એક્સ્ટ્રા બસ સેવા શરૂ પણ થઈ ગઇ છે. ગુજરાત સરકારનાં આરોગ્યમંત્રી કુમાર કાનાણી દ્વારા આ સર્વીસને લીલી ઝંડી અપાઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
