રાજયમાં ચાલુ વર્ષે કેરીની સિઝન મોળી રહી છે. બજારમાં કેરીનાં ભાવ આસમાનને આંબે તેવા રહ્યા છે. તો વધુમાં બજારમાં કેરીની પણ અછત જોવા મળી રહી છે. કેરીની સિઝન વ્યવસ્થિત શરૂ થાય ત્યાં તો પૂરી થવાનો સમય પણ આવી ગયો છે. હવે વરસાદનું આગમન નજીક છે ત્યારે આશરે પંદરેક દિવસમાં કેરી બજારમાંથી વિદાય લેવાનું શરૂ કરશે. ત્યારે લોકલબજરમા કેરીનાં ભાવમાં નજીવો ઘટાડો જોવા મળી રહ્યો છે. વાવાઝોડા અને પ્રતિકૂળ હવામાનને લીધે કેરીનું ઉત્પાદન તો ઓછું રહ્યું હતું. કેરીના બોક્સ દીઠ રૂ. 250થી 350નો ઘટાડો થયો છે. જેના કારણે છૂટક બજારમાં 10 કિલો કેરીના બોક્સનો ભાવ રૂ.450થી 1200 સુધી થઈ ગયો છે અને ભાવ હજુ ઘટી રહ્યા છે.

તાલાલા તરફની સિઝન હવે પૂરી થવાના તબક્કે છે ત્યારે કચ્છની સિઝન જામશે. જોકે જૂનના અંતમાં કેરી નહિવત મળતી હશે. કેસર કરી માટે તલાલા સૌથી પ્રસિધ્ધ અને જૂનું યાર્ડ છે. જોકે હવે ત્યાં આવક ઘટી ગઇ છે. એના કરતા વધારે આવક ગોંડલ યાર્ડમાં થવા લાગી છે.
જો કે ચાલુ વર્ષે આવેલા વાવાઝોડાને કારણે કેરીનાં વૃક્ષોને મોટી માત્રમાં નુકશાન થયું હતું. જેની સીધી અસર કેરીનાં પાક ઉપર જોવા મળી છે. તો વડુમાં વાતાવરણ માં ફેરફારની અસર પીએન કેરીનાં પાકમાં જોવા મળી છે. વધુ પડતી ગરમીને કારણે કેરીનાં વૃક્ષ પર બેસેલા મોર મોટી માત્રમાં ખરી પડતાં પણ કેરીનાં પાકને નુકશાન થયું છે.
