સુરત/ જાહેરમાં બિયર પીને જન્મદિવસની ઉજવણી, નાના બાળકો પણ પાર્ટીમાં હતા હાજર

વીડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસની પેટ્રોલિંગની કામગીરી પર સવાલો ઉભા થઈ રહ્યા છે કારણકે, જે સમયે જાહેરમાં જન્મદિવસની ઉજવણી થઈ રહી હતી તે સમયે પોલીસ ક્યાં હતી તેવા સવાલો પણ ઊભા થાય છે.

Gujarat Surat
જન્મદિવસની

સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા અગાઉ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં મોડી રાત્રે જાહેર રસ્તા પર જન્મદિવસની ઉજવણી ન કરવા માટે લોકોને સૂચન કરવામાં આવ્યું હતું. પરંતુ સુરત શહેર પોલીસ કમિશનરના આ જાહેરનામાનો અમલીકરણ ન થતો હોય તેવા દ્રશ્યો અવારનવાર સામે આવે છે. અવારનવાર શહેરમાં જાહેર રસ્તા પર જન્મદિવસની ઉજવણી કરતા વીડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે અને આ વીડીયો વાયરલ થયા બાદ જન્મદિવસની ઉજવણી કરનારાઓ સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે.

અગાઉ કેટલીક વખત તો તીક્ષ્ણ હથિયારો સાથે કે, પછી દારૂ બિયરની બોટલો સાથે જન્મદિવસની ઉજવણી રસ્તાઓ પર કરવામાં આવી હોવાના વીડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા ત્યારે ફરી એક વખત આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે એવું કહેવાય રહ્યું છે કે આ વીડીયો જહાંગીરાબાદના મુખ્ય રોડ પરનો છે. જ્યાં કેટલાક યુવાનો જન્મદિવસની ઉજવણી કરવા રાત્રિના સમયે રસ્તા પર એકઠા થયા હતા અને એક યુવાનના હાથમાં બીયરની બોટલ જેવી એક બોટલ પણ દેખાઈ રહી છે. આ ઉપરાંત આ યુવાનોએ રસ્તા પર રાત્રિના સમયે ફટાકડાઓ પણ ફોડ્યા હતા અને જોર જોરથી બૂમો પાડતા તેઓ વીડિયોમાં દેખાઈ રહ્યા છે.

આ વીડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસની પેટ્રોલિંગની કામગીરી પર સવાલો ઉભા થઈ રહ્યા છે કારણકે, જે સમયે જાહેરમાં જન્મદિવસની ઉજવણી થઈ રહી હતી તે સમયે પોલીસ ક્યાં હતી તેવા સવાલો પણ ઊભા થાય છે. એક તરફ સુરતમાં ક્રાઈમની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે તો બીજી તરફ આ પ્રકારે જાહેર રસ્તા પર જન્મદિવસની ઉજવણી થાય છે પરંતુ ઉજવણી દરમિયાન પોલીસનું પેટ્રોલિંગ પણ નથી દેખાઈ રહ્યું અને આ વીડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસની કામગીરી પર પણ ઘણા સવાલો ઊભા થાય છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે આ સમગ્ર મામલે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી થાય છે કે નહીં? હાલ આ વીડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તે જહાંગીરાબાદના એક રોડનો હોવાનું કહેવાય રહ્યું છે પરંતુ પોલીસ તપાસ બાદ જ સામે આવશે કે, ખરેખર વિડીયો ક્યાંનો છે અને જન્મદિવસની ઉજવણી કરનારા આ યુવકો કોણ છે.

આ પણ વાંચો:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉત્તરાયણ પર્વે બે દિવસ ગુજરાતના પ્રવાસે આવશે!

આ પણ વાંચો:પારડી પોલીસને મળી મોટી સફળતા, 33 લાખથી વધુનો મુદ્દા માલ સહિત દારૂ ભરેલ કન્ટેનર ઝડપ્યું

આ પણ વાંચો:શ્રીજી ડેરીમાં પોલીસ અને ફૂડ વિભાગના દરોડા, 325 કિલો નકલી ઘીનો જથ્થો કર્યો જપ્ત