@રવિ ભાવસાર,અમદાવાદ
- લાલદરવાજા જાન સાહેબની ગલીમાં ડિજી વિજિલન્સના દરોડા
- જુગારધામ પર ચાલતા દરોડામાં જુગારીઓની ધરપકડ
- કારંજ પોલીસ સ્ટેશનથી 500 મીટર દૂર ચાલતા જુગારના અડ્ડા પર દરોડા પડ્યા
- 14 જુગારી ઓ ની ધરપકડ સહિત 72 હજાર નો મુદ્દામાલ ઝડપયો
- કોની રહેમ નજર હેઠળ ચાલતું હતુ વરલી મટકા નું સ્ટેન્ડ ??
દારૂ અને જુગારની બદી નાથવા માટે ગુજરાત રાજ્યના ડીજીપી આશિષ ભાટિયાએ કડક માં કડક પગલા લેવા માટેના આદેશ આપેલા છે જે આદેશના પગલે ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા અમદાવાદના કારંજ વિસ્તારમાં ચાલતા વરલી મટકાના સ્ટેન્ડ પર રેડ કરવામાં આવી હતી રેડ માં વિજિલન્સ સ્કોડ દ્વારા 14 આરોપીઓ ને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા અને રૂપિયા 72 હજાર નો મુદ્દામાલ ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો.
લિસ્ટેડ જુગારી મુસ્તાક મચ્છર ના સ્ટેન્ડ પર દરોડા પાડી 14 આરોપી સહિત 72 હજાર નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સૌથી ધ્યાનાકર્ષક વાત એ છે કે આ વરલી મટકા નું સ્ટેન્ડ કારંજ પોલીસ સ્ટેશનથી માત્ર 500 મીટર ના અંતરે આવેલ છે. તો હવે સવાલ એ ઊભો થાય કે શુ સ્થાનિક પોલીસ દ્વારા કેમ રેડ ના કરવામાં આવી..?
Covid-19 / રાજ્યમાં ઘટતો કોરોનાનો કહેર, નોધાયાં 958 નવા કેસ……
Covid-19 / અમદાવાદ સિવિલ હોસ્પીટલનો સ્ટાફ કોરોના સાથે અન્ય વિવિધ મોરચે …
Statue Of Unity / સ્ટેચ્યુ ઓફ યુનિટીની લેવાશે ખાસ સંભાળ, 201 અધિકારીઓની ફોજ કર…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
