Vadodara News/ વડોદરામાં SRP કોન્સ્ટેબલ દીપક બારિયાનું તાલીમ દરમિયાન અવસાન, છાતીમાં દુખાવા બાદ મોત

વડોદરામાં તાલીમ દરમિયાન SRP દીપક દિનેશ બારિયાનું (Deepak Bariya) અચાનક અવસાન થયું. પીટી પરેડ બાદ છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું.

Top Stories Gujarat Vadodara Breaking News
Deepak Bariya

Vadodara News:વડોદરામાં તાલીમ દરમિયાન SRP જવાન દીપક દિનેશ બારિયાનું (Deepak Bariya) અવસાનની ઘટના સામે આવી છે. આજે સવારે લગભગ 10:00 વાગ્યે પીટી પરેડ પછી દીપક બારિયા તબિયત વધુ ખરાબ થઈ ગઈ હતી.બાદમાં, કપડાં બદલતી વખતે, તેમને છાતીમાં દુખાવો થવાનું જણાવ્યુ હતું.

દીપક બારિયાની (Deepak Bariya) સવારની પીટી પરેડ બાદ અચાનક તબિયત બગડી

ત્યાર બાદ તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરે તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી અને તેને ઇન્જેક્શન અને IV ડ્રિપ આપ્યું.ત્યારબાદ, તેને SSG હોસ્પિટલ રીફર કરવામાં આવ્યા, જ્યાં ઇમરજન્સી વોર્ડમાં સારવાર દરમિયાન દીપક બારિયા મૃત જાહેર કરવામાં આવ્યા છે.મળતી માહિતી મુજબ દીપક બારિયાની (Deepak Bariya) SRP ગ્રુપ-1માં નિમણૂક થઈ હતી અને તેઓ હાલમાં વડોદરાના ગ્રુપ-9 ખાતે છેલ્લા ચાર અઠવાડિયાથી તાલીમ લઈ રહ્યા હતા. તેમની અગાઉ કોઈ ગંભીર બીમારી અંગે માહિતી સામે આવી નથી.

SRP ગ્રુપ-9ના ઈનચાર્જ અનુસાર  15 માર્ચથી નવા ભરતી થયેલા જવાનોની તાલીમ શરૂ કરવામાં આવી હતી અને નિયમ મુજબની PT પરેડ બાદ આ ઘટના બની હતી. હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.


આ પણ વાંચો:વડોદરામાં હીટ અને હાર્ટએટેકથી 13નાં મોત

આ પણ વાંચો:વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશનનો એક ભાગ તૂટી પડતાં એકનું મોત

આ પણ વાંચો:વડોદરા સેન્ટ્રલ જેલમાં ચેક રિટર્ન કેસના કેદીનું અવસાન, તબિયત લથડતા સયાજી હોસ્પિટલમાં દમ તોડ્યો