Not Set/ કચ્છ : મુંદ્રા-અંજાર હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં બે વ્યક્તિઓના ઘટના સ્થળે જ કરૂણ મોત

વરસાદી સીઝન અને તહેવારોનાં દિવસોમાં માર્ગ અકસ્માતથી મૃત્યુનાં કિસ્સા પણ વધી જતા હોય છે. માતેલ સાંઢ સમા ફૂલ સ્પીડે ચાલતા વાહનો થોડી ક્ષણોની ઉતાવળમાં અનેક લોકોની જીદગીં ભરખી જતી હોય છે. ત્યારે આજે ફરી કચ્છમાં આવો જ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અને બે જીંદગીને ભરી ગયો, તો મરનારનાં પરિવાર માટે વિલાપ છોડી ગયો હતો. […]

Top Stories Gujarat Others

વરસાદી સીઝન અને તહેવારોનાં દિવસોમાં માર્ગ અકસ્માતથી મૃત્યુનાં કિસ્સા પણ વધી જતા હોય છે. માતેલ સાંઢ સમા ફૂલ સ્પીડે ચાલતા વાહનો થોડી ક્ષણોની ઉતાવળમાં અનેક લોકોની જીદગીં ભરખી જતી હોય છે. ત્યારે આજે ફરી કચ્છમાં આવો જ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અને બે જીંદગીને ભરી ગયો, તો મરનારનાં પરિવાર માટે વિલાપ છોડી ગયો હતો.

કચ્છમાં મુંદ્રા-અંજાર હાઈવે પર બાઈક અને અજાણ્યા વાહન વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે વ્યક્તિઓના ઘટના સ્થળે જ કરૂણ મોત થયા હતા. જ્યારે બે વ્યક્તિઓને ઈજા થતા તેમને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા હતા. જે પૈકી એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. આ અંગે પોલીસે અકસ્માતે મોત નોંધી કાયદેસરની કાર્યવાહી આરંભી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.