Anand News : આણંદ જિલ્લાના પેટલાદ ખાતે મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના નામે છેતરપીંડીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં 6 ગઠિયાઓએ 211 નાગરિકોના આધારકાર્ડ મેળવી મહિલાઓના નામે 84 લાખની લોન કરી કૌભાંડ આચર્યું હતું. આ કૌભાંડ પેટલાદ ખાતે આવેલ બેંગ્લોરની કંપનીની ઓફિસમાં આચરવામાં આવ્યું હતું. કંપનીના કર્મચારીની ફરિયાદને આધારે પોલીસે 6 આરોપીને દબોચ્યા છે. આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે સમગ્ર કોભાંડનો પર્દાફાશ કર્યો છે.
મળતી માહિતી અનુસાર, આણંમાં મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના નામે છેતરપીંડી આચરવામાં આવી છે. 211 નાગરિકોના આધારકાર્ડ મેળવી લાખોની છેતરપીંડી આચરવામાં આવી છે. 6 ગઠિયાઓએ મહિલાઓના નામે 84 લાખની લોન કૌભાંડ કર્યું. આણંદના પેટલાદ ખાતે આવેલ બેંગ્લોરની કંપનીની ઓફિસમાં અંજામ અપાયો હતો.
આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે સમગ્ર કોભાંડનો પર્દાફાશ કરીને કંપનીના કર્મચારીની ફરિયાદને આધારે 6 આરોપીને દબોચ્યા છે. મહિલાઓના ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી લાખ્ખોની લોન લેવામાં આવતી હતી. આરોપીઓ મહિલાઓના ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી લાખોની લોન લેતા હતા. પોલીસે 6 આરોપીની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.
@ SAPAN PATEL
આ પણ વાંચો: ભાવનગરમાં હીરાના વેપારી સાથે છેતરપીંડી કરનારો ઝડપાયો
આ પણ વાંચો: ઓનલાઇન વોટ્સએપ હેક કરી છેતરપીંડી કરતી ગેંગના સભ્યને પકડી પાડતી સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ
આ પણ વાંચો: માણેકચોકના વેપારીઓ પાસેથી ૩ કરોડનું સોનું ચાંદી મંગાવી આચરી છેતરપીંડી
