ભારત વિવિધતામાં એકતાનો દેશ છે અને સમગ્ર દેશમાં પોત પોતાનાં તહેવારો પોત પોતાની અનોખો રીતે ઉજવવાનો રીવાજ અને પરંપરા છે. દરેક ઉજવણી કે પરંપરા સાથે કોઇને કોઇ પૌરાણીક માન્યતા જોડાયેલી હોય છે.
તમે ફોટોમાં જે દ્રશ્ય જોઇ રહ્યા છો તે ભયંકર પથ્થરમારાનાં દશ્યો છે. એટલી મોટી સંખ્યામાં લોકો એક બીજા પર પથ્થરો ફેંકી રહ્યા છે કે લાગે કે જાણે પથ્થરોનું પૂર આવી ગયું હોય. પરંતુ આ કોઇ હુલ્લડ નથી, આ તો આપણા જ વિવિધતા ભરેલા દેશનાં એક પ્રાંતમાં પરંપરા છે.

જી હા પરંપરા અને એ પણ પથ્થરો મારવાની અનોખી પરંપરા, ઉત્તરાખંડનાં સ્થાનિક દેવી-દેવતાને પ્રસન્ન કરવા માટેની વિધિના ભાગરૂપે ઉત્તરાખંડનાં ચંપાાવત પ્રાંતમાં ‘બગવાલ’ નામની આ પરંપરામાં લોકો એક બીજા પર ભયંકર પથ્થરમારો કરે છે.
પથ્થરમારાનાં આ તહેવારમાં અનેક લોકો ઘયલ પણ થાય છે અને ક્યારેક કોઇની જાન પણ જાય છે. આ તહેવાર ઉત્તરાખંડનાં ચંપાાવત પ્રાંતમાં દર વર્ષે રક્ષાબંધન નિમિત્તે દેવી “બરાહી” માતાનાં મંદિરે યોજવામાં આવે છે.

આજે રક્ષાબંધન પર્વ નિમીતે આ તહેવાર માતાને પ્રસન્ન કરવા માટે ભારે ધામધૂમ સાથે ઉજવવામાં આવ્યો હતો. ઉત્તરાખંડનાં ચંપાાવત પ્રાંતમાં ઉજવાતા આ ‘બગવાલ’ નામનાં પરંપરાગત તહેવારમાં હજારોની સંખ્યામાં લોકોએ ભાગ લઇ એક બીજા પર પથ્થરોનો વરસાદ કર્યો હતા.
આપને જણાવી દઇએ કે, આ પથ્થરમારામાં 120 થી વધુ લોકો ઘાયલ થયા છે. અને અનેક લોકને સારવાર લેવી પડી છે. સદભાગ્યા આજે ઉજવવામા આવેલા આપથ્થરમારાનાં તહેવારમાં કોઇ જાનહાની નથી. પરંપરાની ખાસીયત પણ છે અને એ છે તોની વાસમાંથી બનેલી મજબુત છત્રીઓ, આ છત્રી દ્વારા સામેવાળાનાં પથ્થરોને રોકી લેવામા આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
