ભાવનગર/ રાજવી ઘરાનાનાં જાણીતા પ્રકૃતિવિદ્ શિવભદ્રસિંહજી ગોહિલનું અવસાન

સ્વાધ્યાય પરિવારના પાંડુરંગ આઠવલેજીના સંપર્કમાં આવ્યા બાદ તેઓએ રાજનીતિ છોડીને તેમનું જીવન…………

Top Stories Gujarat

Bhavnagar News: જાણીતા પ્રકૃતિવિદ્ શિવભદ્રસિંહજી ગોહિલનું આજે નિધન થયું છે. અખંડ ભારતના નિર્માણ માટે સૌ પ્રથમ પોતાનું રાજ્ય સોંપી દેનારા મહારાજ કૃષ્ણકુમારસિંહજીના નાના પુત્ર શિવભદ્રસિંહજી ગોહિલના નિધનથી શોકની લાગણી વ્યાપી ગઈ છે.

Bhavnagar (Princely State) Homepage with Pictures and Map : Rajput Provinces of India

ફોટો- શિવભદ્રસિંહજી ગોહિલ

સરદાર વલ્લભભાઈ પટેલના આહવાહ્ન બાદ ભાવનગરના તત્કાલીન પ્રજાવત્સલ મહારાજ કૃષ્ણકુમારસિંહજી ગોહિલે પોતાનું રાજ આપી દીધું હતું. તેમના નાના પુત્ર શિવભદ્રસિંહજી ગોહિલ જાણીતા પ્રકૃતિવિદ્દ છે. તેમના પાર્થિવ દેહને બપોરે 1 થી 5 વાગ્યા સુધી બોરતળાવ પાસેના ભાવવિલાસ પેલેસમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવનાર છે. જ્યારે સાંજે 5 વાગે તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવશે.

Krishna Kumarsinhji Bhavsinhji - Wikipedia

ફોટો- કૃષ્ણકુમારસિંહજી ગોહિલ

શિવભદ્રસિંહજી ગોહિલનો જન્મ 23 ડિસેમ્બર 1933માં નીલામબાગ પેલેસમાં થયો હતો. 1975માં ભાવનગરમાં “ધી ભાવનગર વાઇલ્ડ લાઈફ કન્ઝર્વેશન સોસાયટી”ની સ્થાપના કરી હતી. તેમણે ભાલના વેળાવદર ગામ પાસે વારસામાં મળેલી જમીન વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાનની રચનામાં આપી દીધી હતી. એટલું જ નહીં, 1962 થી લઈને 1972 સુધી તેઓ ધારાસભ્ય પણ રહી ચુક્યા છે.

સ્વાધ્યાય પરિવારના પાંડુરંગ આઠવલેજીના સંપર્કમાં આવ્યા બાદ તેઓએ રાજનીતિ છોડીને તેમનું જીવન વન્યજીવોને સોંપી દીધું હતું. તેઓ પર્યાવરણવિદ્દ અને પક્ષીપ્રેમી હતા.

ગુજરાત સરકારે જ્યારથી સિંહ વિષયક તજજ્ઞોની સમિતિ નીમી ત્યારથી જ તેઓ તેના સભ્ય હતા. ઉપરાંત, સિંહોની વસ્તીગણતરીમાં પણ તેમનું પ્રદાન નોંધપાત્ર છે. ભાવનગરમાં આવેલા રાજપરા ખોડિયાર મંદિરના ટ્રસ્ટી પર રહી ચૂક્યા છે. 91 વર્ષની ઉંમરે લાંબી બિમારી બાદ આજે તેમને અંતિમ શ્વાસ લીધા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજકોટ મનપાની મંજૂરી વગર PGVCLએ વીજ જોડાણ આપ્યું કઈ રીતે?

આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડને લઈને મોટા સમાચાર, ચાર અધિકારીની ધરપકડ

આ પણ વાંચો: પાલનપુરમાં 4 બાળકોને વીજ કરંટ લાગ્યો, એક ફૂલ મુરઝાયું