જેતપુર,
રાજકોટનાં જેતપુરના જીથુડી હનુમાન રોડ ઉપર ભાદરની કેનાલમાં યુવક ડૂબ્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. ભાદર કેનાલમાં ૧૮ થી ૨૦ વર્ષનો યુવક માતાજીનો ગરબો પધરાવવા જતા કેનાલમાં પગ લપસતા આ ઘટના બની હતી.

જેતપુર ફાયરફાઇટર, તંત્ર અને સ્થાનિકોએ ભારે જહેમત બાદ યુવકની લાશ શોધી કાઢી હતી. યુવકની લાશ જેતપુરના સરધાર પુલ પાસેની કેનાલમાથી મળી આવી હતી.

યુવકની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે જેતપુરની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ભાદર કેનાલમાં છેલ્લા ૧૦ દિવસથી છોડવામાં આવ્યું છે પરંતુ કેનાલ પાસે કોઈ સુરક્ષા બંદોબસ્ત રાખવામાં આવ્યો નથી. કેનાલના કાંઠા ઉપર મહિલાઓ પણ કપડા ધોવા આવતી હોય છે ત્યારે સ્થાનિકોની માંગણી છે કે અહી સુરક્ષા કડક કરવામાં આવે.
