Not Set/ PM નરેન્દ્ર મોદીએ લાલકિલા પરથી કરેલી મહત્વની વાતો

લડાઈ ચાલુ રહેશે ભ્રષ્ટાચાર અને બ્લેક મની સામે અમારી લડાઈ ચાલુ રહેશે. જ્યારે નોટબંધીની વાત આવી ત્યારે વિશ્વને આશ્ચર્ય થઈ રહ્યું છે. લોકોને લાગતું હતું કે હવે મોદી ગયો. આજે ભ્રષ્ટાચાર પર અંકુશ લગાવવા અમે એક પછી એક પગલા ભરાવવામાં સફળ થઈ રહ્યા છીએ. જે બ્લેક મની છુપાયેલું હતું તેને પકડવામાં અમે સફળ રહ્યા છીએ. […]

India

લડાઈ ચાલુ રહેશે

ભ્રષ્ટાચાર અને બ્લેક મની સામે અમારી લડાઈ ચાલુ રહેશે. જ્યારે નોટબંધીની વાત આવી ત્યારે વિશ્વને આશ્ચર્ય થઈ રહ્યું છે. લોકોને લાગતું હતું કે હવે મોદી ગયો. આજે ભ્રષ્ટાચાર પર અંકુશ લગાવવા અમે એક પછી એક પગલા ભરાવવામાં સફળ થઈ રહ્યા છીએ. જે બ્લેક મની છુપાયેલું હતું તેને પકડવામાં અમે સફળ રહ્યા છીએ. નોટબંધી બાદ 3 લાખ કરોડ રૂપિયા બેંકિંગ સિસ્ટમમાં આવ્યા છે. નવા કરાદાતાઓની સંખ્યામાં ચાલુ વર્ષે બેગણો વધારો થયો છે. આવકથી વધારે સંપત્તિ ધરાવતા 18 લાખથી વધારે લોકોને અલગ તારવવામાં આવ્યા છે. જેમણે ક્યારેય ઈન્કમ ટેક્સનું નામ પણ સાંભળ્યું નહોતું તેવા 1 લાખ લોકો એવા સામે આવ્યા છે.પરંતુ આજે તેઓ ઈન્કમ ટેક્સ જમા કરાવી રહ્યા છે. નોટબંધી બાદ જ્યારે ડેટનું વિશ્લેષણ કરવામાં આવ્યું ત્યારે 3 લાખ શેલ કંપનીઓ પકડાઈ. આ કંપનીઓ માત્ર હવાલા કારોબાર જ કરતી હતી. તેમાંથી પોણા બે લાખ કંપનીઓ પર તાળા લાગી ગયા છે. કેટલીક એવી શેલ કંપનીઓ હતી જેમના એક જ સરનામા પર અનેક કંપનીઓ ચાલતી હતી. અમે તેમના પર કાર્યવાહી કરી. નોટબંધી બાદ બેંકો પાસે કાળુ નાણું આવ્યું છે.

મહત્વપૂર્ણ વર્ષ

આઝાદ ભારત માટે વિશેષ વર્ષ રહેશે. 2018ની 1 જાન્યુઆરીને સામાન્ય 1 જાન્યુઆરી નથી માનતો. 21મી સદીમાં જન્મેલા નવયુવાનો માટે આ મહત્વપૂર્ણ વર્ષ છે. 21મી સદીનું ભાગ્ય આ નવયુવા બનાવશે. આ યુવાનો પ્રથમ વાર વોટ કરશે.

ડિજિટલ લેણદેણમાં 34 ટકાનો વધારો

વિશ્વનો સૌથી મોટો યુવા વર્ગ આપણા દેશમાં છે. આજે જે કાગળની નોટ છે તે સમયની સાથે ડિજિટલમાં બદલનારી છે. ગત વર્ષની તુલનામાં ડિજિટલ લેણદેણમાં 34 ટકાનો વધારો થયો છે. હિન્દુસ્તાનની કેટલીક યોજનાઓથી લોકોના પૈસા બચનારા છે.

ત્રણ તલાક સામે એક માહોલ ઉભો થયો

3 તલાક મુદ્દે સુપ્રીમમાં સુનાવણી થઈ રહી છે ત્યારે આ મુદ્દે મોદીએ કહ્યું, જે બહેનો 3 તલાકથી પીડિત છે તેમણે આંદોલન ઉભું કર્યું. જેનાથી સમગ્ર દેશમાં ત્રણ તલાક સામે એક માહોલ ઉભો થયો. આ આંદોલન ચલાવનારી બહેનોનો હૃદયથી આભાર માનું છું. તેમની આ લડાઈમાં હિન્દુસ્તાન પૂરી રીતે મદદ કરશે. તેઓ સફળ થશે તેવો મને ભરોસો છે.આસ્થાના નામ પર હિંસા યોગ્ય ન કહેવાય. જાતિવાદનું ઝેર દેશનું ભલું ન કરી શકે. આપણે શાંતિ, એકતા અને સદભાવ સાથે આગળ વધવાનું છે. દેશ શાંતિ અને સદભાવથી ચાલે છે. આ ગાંધી અને બુદ્ધની ભૂમિ છે. આસ્થાના નામ પર હિંસાનો માર્ગ આ દેશમાં ચાલી શકે નહીં.

સરહદની સુરક્ષા કરવામાં સક્ષમ

આતંરિક સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. સમુદ્ર હોય કે સીમા, સાયબર હોય કે સ્પેસ અમારે દરેક પ્રકારની સુરક્ષા કરવાની છે. ભારત આમ કરવામાં સક્ષમ છે. દેશ વિરુદ્ધ કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવશે તો તેનો જવાબ આપવા અમે સક્ષમ છીએ.