National News/ રાત સુધી સાથે કરી ખરીદી, સવારે લગ્ન પહેલાં જ યુવતી ફરાર! રૂ.6 લાખનો આરોપ

Marriage Fraud Case: કડપ્પામાં લગ્નની સવારે યુવતીનો ફોન બંધ થતાં યુવક અને પરિવારને મોટો ઝટકો લાગ્યો. ખરીદી અને લગ્નના બહાને આશરે રૂ.6 લાખ લીધાનો આરોપ, પોલીસ તપાસ શરૂ.

Top Stories India
Marriage Fraud Case: લગ્નની સવારે યુવતી ગાયબ થતાં ચોંકાવનારો ખુલાસો

Andhra Pradesh News: આંધ્ર પ્રદેશના કડપ્પા જિલ્લામાં લગ્નના નામે છેતરપિંડીનો (Marriage Fraud Case) ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. યુવતી પર વિશ્વાસ કરીને યુવક અને તેના પરિવારે લગ્નની તમામ તૈયારીઓ કરી દીધી હતી. લગ્નની આગલી રાત સુધી ખરીદી પણ કરવામાં આવી હતી અને લગ્નમાં હાજરી આપવા સગાસંબંધીઓ પણ ઘરે પહોંચી ગયા હતા. જોકે, લગ્નની સવારે યુવતીનો ફોન અચાનક બંધ થઈ જતાં સમગ્ર પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. યુવકની ફરિયાદ બાદ પોલીસે યુવતીને કસ્ટડીમાં લઈ તપાસ શરૂ કરી હોવાનું સામે આવ્યું છે.

Marriage Fraud Case: પ્રેમ અને લગ્નના વાયદા બાદ યુવકનો વિશ્વાસ જીત્યો

અહેવાલ મુજબ, કડપ્પા જિલ્લાના વેમ્પલ્લી મંડલના કથુલુરુ ગામના રહેવાસી યુવકની ઓળખ એક યુવતી સાથે થઈ હતી. યુવતીએ યુવકને પ્રેમ કરતી હોવાનું અને તેની સાથે લગ્ન (Love Marriage Fraud) કરવા માંગતી હોવાનું કહી વિશ્વાસમાં લીધો હતો. ધીમે ધીમે બંને પરિવારોમાં પણ લગ્નને લઈને વાત આગળ વધી હતી.

ખરીદી અને અન્ય બહાનાઓથી આશરે રૂ.6 લાખ લીધાનો આરોપ

ફરિયાદ મુજબ, લગ્નની તૈયારીઓ અને ખરીદી સહિતના વિવિધ બહાનાઓ હેઠળ યુવતીએ યુવક પાસેથી આશરે રૂ.6 લાખ લીધા હતા. યુવક અને તેના પરિવારે લગ્ન નક્કી થયાનું માનીને તમામ તૈયારીઓ શરૂ કરી દીધી હતી. બંને લગ્નની ખરીદી માટે સાથે પણ ગયા હોવાનું જણાવાયું છે.

લગ્નની આગલી રાત સુધી ખરીદી, સવારે ફોન બંધ

લગ્નના આગલા દિવસ સુધી બધું સામાન્ય ચાલી રહ્યું હતું. પરિવારે લગ્નની તૈયારીઓ પૂર્ણ કરી હતી અને સગાસંબંધીઓ પણ ઘરે પહોંચી ગયા હતા. પરંતુ લગ્નની સવારે જ્યારે વિધિ માટે યુવતીનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તેનો મોબાઇલ ફોન બંધ આવ્યો હતો. પરિવારજનોએ યુવતીને શોધવા અને સંપર્ક (Bride Missing on Wedding Day) કરવા અનેક પ્રયાસો કર્યા, પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો નહીં. ત્યારબાદ યુવક અને તેના પરિવારને લગ્નના નામે છેતરપિંડી થઈ હોવાની શંકા ગઈ હતી.

યુવક પોલીસ સ્ટેશને પહોંચ્યો

ઘટના બાદ યુવકે કડપ્પા પોલીસ સ્ટેશને પહોંચીને સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં લગ્નના વાયદા, ખરીદીના બહાને લેવામાં આવેલી રકમ અને લગ્નના દિવસે સંપર્ક તોડી નાખવાના મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.

પોલીસે યુવતીને કસ્ટડીમાં લઈ તપાસ શરૂ કરી

ફરિયાદના આધારે પોલીસે યુવતીને કસ્ટડીમાં લઈને પૂછપરછ શરૂ કરી હોવાનું સામે આવ્યું છે. યુવક પાસેથી લેવામાં આવેલી આશરે રૂ.6 લાખની રકમ ક્યાં ગઈ અને આ સમગ્ર ઘટનામાં (Fraud Allegation India) અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં, તે સહિતના મુદ્દાઓ પર તપાસ ચાલી રહી છે. પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ આ સમગ્ર મામલે છેતરપિંડી પાછળનું સાચું કારણ અને અન્ય કોઈ સંડોવણી અંગે વધુ વિગતો સ્પષ્ટ થશે.


આ પણ વાંચો: ગોરખપુર એરપોર્ટ ટળ્યો ભયાનક અકસ્માત. ઇન્ડિગો ફ્લાઇટના લેન્ડિંગ દરમિયાન ટેલ રનવે સાથે અથડાતા 178 મુસાફરોના જીવ અધ્ધર

આ પણ વાંચો: બુલેટપ્રૂફ જેકેટ: સામાન્ય માણસ ખરીદી શકે? જાણો ઇતિહાસ, કિંમત અને ભારતમાં નિયમો

આ પણ વાંચો: iPhone EMI વિવાદમાં મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં પરિવારના 3 મોત!