Gorakhpur News/ ગોરખપુર એરપોર્ટ પર ટળ્યો ભયાનક અકસ્માત. ઇન્ડિગો ફ્લાઇટના લેન્ડિંગ દરમિયાન ટેલ રનવે સાથે અથડાતા 178 મુસાફરોના જીવ અધ્ધર

ગોરખપુર એરપોર્ટ ટળ્યો મોટો અકસ્માત. ઇન્ડિગો ફ્લાઇટના લેન્ડિંગ (Air Accident) દરમિયાન ટેલ રનવે સાથે અથડાતા 178 મુસાફરોના જીવ અધ્ધર.

NATIONAL Top Stories India Breaking News
Gorakhpur

Gorakhpur News: ગોરખપુર એરપોર્ટ પર 19 ઓગસ્ટે મોટી વિમાન દુર્ઘટના (Air Accident) થતા-થતા ટળી હતી. દિલ્હીથી ગોરખપુર આવી રહેલી ઇન્ડિગોની ફ્લાઇટ 6E 2381નું લેન્ડિંગ દરમિયાન પાછળનું ટેલ રનવે સાથે અથડાયું હતું. વિમાનમાં ક્રૂ મેમ્બર્સ સહિત 178 લોકો સવાર હતા.

Gorakhpur એરપોર્ટ પર વિમાનનો ભાગ જમીન સાથે અથડાયો

લેન્ડિંગ દરમિયાન વિમાનના પાછળના ભાગે રનવેને સ્પર્શ કર્યો હતો. પરિસ્થિતિને ધ્યાનમાં લઈને પાયલટે તરત જ ગો-અરાઉન્ડ (Go Around) કરવાનો નિર્ણય લીધો અને વિમાનને ફરી હવામાં લઈ લીધું. ત્યારબાદ ATC પાસેથી ક્લિયરન્સ મળ્યા બાદ બીજા પ્રયાસમાં વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું.

લેન્ડિંગ બાદ કરવામાં આવેલી નિયમિત તપાસ દરમિયાન વિમાનના પાછળના ભાગમાં આવેલા ઓક્ઝિલરી પાવર યુનિટ એટલે કે APU પાસે ઘસરકાના નિશાન જોવા મળ્યા હતા. આ ઘટનાને પગલે વિમાનને અસ્થાયી રીતે સેવામાંથી દૂર કરવામાં આવ્યું છે.

વિમાનની Technical Inspection શરૂ

ઇન્ડિગો દ્વારા વિમાનની ટેકનિકલ તપાસ (Technical Inspection) અને જરૂરી મરામતની કામગીરી હાથ ધરવામાં આવી છે. એરપોર્ટ ઓથોરિટી અનુસાર, ટેકનિકલ મંજૂરી મળ્યા બાદ જ આ વિમાનને ફરીથી સેવામાં સામેલ કરવામાં આવશે. ઇન્ડિગોના પ્રવક્તાએ જણાવ્યું હતું કે વિમાનને ગો-અરાઉન્ડ કરવાનો નિર્ણય સંપૂર્ણપણે સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હતો. મુસાફરો અને ક્રૂની સુરક્ષા કંપનીની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

બીજી ફ્લાઇટ પણ 5 કલાક 30 મિનિટ મોડી

આ ઘટનાની અસર ગોરખપુરથી દિલ્હી જતી ઇન્ડિગોની બીજી ફ્લાઇટ 6E-5013 પર પણ પડી હતી. આ ફ્લાઇટ નિર્ધારિત સમય કરતાં આશરે 5 કલાક 30 મિનિટ મોડી રવાના થઈ હતી. ફ્લાઇટમાં વિલંબના કારણે મુસાફરોને એરપોર્ટ પર લાંબો સમય રાહ જોવી પડી હતી. કેટલાક મુસાફરોની કનેક્ટિંગ ફ્લાઇટ અને અન્ય જરૂરી કામો પણ પ્રભાવિત થયા હતા.

મુસાફરોની સુવિધા માટે ઇન્ડિગોએ વૈકલ્પિક વિમાન VT-IBCની વ્યવસ્થા કરી હતી. રાહ દરમિયાન મુસાફરોને નાસ્તો અને ભોજન આપવામાં આવ્યું હતું. તાત્કાલિક મુસાફરી કરનાર મુસાફરોને વૈકલ્પિક ફ્લાઇટના વિકલ્પો આપવામાં આવ્યા હતા, જ્યારે અન્ય મુસાફરોને નિયમ મુજબ રિફંડની સુવિધા પણ આપવામાં આવી હતી. આ ઘટના બાદ વિમાનની ટેકનિકલ તપાસ પૂર્ણ થયા બાદ જ તેની આગામી કામગીરી અંગે નિર્ણય લેવામાં આવશે.


આ પણ વાંચો: અમેરિકાના અલાસ્કામાં ચાર્ટર્ડ વિમાન ક્રેશ, 2 પાઇલટ સહિત 8 લોકો લાપતા

આ પણ વાંચો: એર ઈન્ડિયા ફ્લાઇટમાં અચાનક ઝટકો, 17 મુસાફરો ઘાયલ; ગાંજા પીને પાયલોટ વિમાન ઉડાડી રહ્યો હતો

આ પણ વાંચો:બારામતીમાં ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ, રનવેની બહાર ફંગોળાયું વિમાન; બંનેનો આબાદ બચાવ