Air India Flight AI 2379 Pilot Drug Test Positive News: દિલ્હીથી ફુકેટ જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટને 4 ઓગસ્ટના રોજ હવામાં અચાનક ગંભીર ઝટકો લાગ્યો હતો. એરબસ A320 વિમાનમાં કુલ 145 લોકો સવાર હતા. ઓડિશા ઉપરથી પસાર થતી વખતે વિમાન અચાનક લગભગ 300 ફૂટ નીચે આવી ગયું હતું. આ ઘટનામાં ચાર ક્રૂ મેમ્બર સહિત કુલ 17 લોકો ઘાયલ થયા હતા.
પાઇલટના ડોપ ટેસ્ટને લઈને મોટો દાવો
હવે આ ઘટનાને લઈને વધુ એક મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે ફ્લાઇટના(Air India Flight) પાઇલટ-ઇન-કમાન્ડનો ડોપ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. રિપોર્ટ મુજબ, પાઇલટના શરીરમાં મારિજુઆના એટલે કે ગાંજાના અંશો મળ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે, આ મામલે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે અંતિમ નિષ્કર્ષ પર પહોંચતા પહેલાં કન્ફર્મેટરી ટેસ્ટના પરિણામની રાહ જોવાની વાત કહી હતી. મંત્રાલયે ડોપ ટેસ્ટના પરિણામ અંગે સીધી ટિપ્પણી કરવાનું ટાળ્યું છે અને સમગ્ર ઘટનાની તપાસ ચાલી રહી હોવાનું જણાવ્યું છે.
બીજો ટેસ્ટ પણ પોઝિટિવ હોવાનો અહેવાલ
એક મીડિયા રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે પાઇલટનો(Air India Flight) બીજો ડોપ ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આ ટેસ્ટમાં પણ મારિજુઆના મળ્યાનો દાવો કરવામાં આવ્યો છે. જો આ પરિણામ સત્તાવાર તપાસમાં પુષ્ટિ પામે છે, તો પાઇલટ સામે કડક કાર્યવાહી થઈ શકે છે.
ઉડ્ડયન મંત્રીએ પણ આપી હતી ચેતવણી
નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામ મોહન નાયડુએ અગાઉ કહ્યું હતું કે જો કોઈ પાઇલટ(Air India Flight) પ્રતિબંધિત નશીલા પદાર્થોનો ઉપયોગ કરતો હોવાનું સાબિત થશે, તો આ બાબતને ગંભીરતાથી લેવામાં આવશે. જરૂર પડે તો હાલના નિયમોમાં પણ ફેરફાર કરવાની વાત તેમણે કરી હતી.
ડોપ ટેસ્ટ પોઝિટિવ આવે તો શું થાય?
નિયમો મુજબ પાઇલટનો(Air India Flight) ડોપ ટેસ્ટ પોઝિટિવ આવે તો તેને તાત્કાલિક ફ્લાઇટ ડ્યુટી પરથી દૂર કરવામાં આવે છે. ત્યારબાદ તેને જરૂરી સારવાર અથવા રિહેબિલિટેશન પ્રક્રિયામાંથી પસાર થવું પડી શકે છે. ડ્યૂટી પર પરત ફરવા માટે કન્ફર્મેટરી ટેસ્ટ નેગેટિવ આવવો અને મેડિકલ ફિટનેસનું પ્રમાણપત્ર મેળવવું જરૂરી બની શકે છે. આ સમગ્ર મામલે હવે તપાસના અંતિમ પરિણામ પર નજર છે. ખાસ કરીને ફ્લાઇટમાં થયેલી અચાનક ઊંચાઈ ઘટવાની ઘટના અને પાઇલટના ડોપ ટેસ્ટ વચ્ચે કોઈ સંબંધ હતો કે નહીં, તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
આ પણ વાચો:અમદાવાદ એરપોર્ટ પર ટળ્યો મોટો અકસ્માત! એર ઈન્ડિયાનું વિમાન ઇન્ડિગોની ફ્લાઇટ સામે આવી ગયું
આ પણ વાચો:ચેન્નાઈ જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટનું એન્જિન ફેલ, 224 મુસાફરો સાથે ઈમરજન્સી લેન્ડિંગ
આ પણ વાચો:અમદાવાદથી રાંચી જતી ઇન્ડિગો ફ્લાઈટમાં યુવકનું મોત, જબલપુરમાં કરાવવું પડ્યું ઈમરજન્સી લેન્ડિંગ
