National News/ ભારતીયો રહેજો સાવધાન ! પાકિસ્તાની હેકર્સ ‘ડાન્સ ઓફ ધ હિલેરી’ માલવેરથી ફોન કરી શકે છે હેક

પાકિસ્તાન સતત ભારતીય સંસ્થાઓ પર સાયબર હુમલા કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ દરમિયાન, ‘ડાન્સ ઓફ ધ હિલેરી’ નામના વાયરસની ચર્ચા થઈ રહી છે.

Top Stories India

national news ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે સાયબર હુમલાના પ્રયાસો યથાવત્ત છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાકિસ્તાન સતત ભારતીય સંસ્થાઓ પર સાયબર હુમલા કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ દરમિયાન, ‘ડાન્સ ઓફ ધ હિલેરી’ નામના વાયરસની ચર્ચા થઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા મુજબ, આ વાયરસ વોટ્સએપ, ફેસબુક અને ટેલિગ્રામ એપ્સ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા ફેલાઈ છે. અહેવાલો અનુસાર, ડાન્સ ઓફ ધ હિલેરીઝ બિલકુલ ડાન્સ બનવા માટે નથી. વાયરસ લોકોના ફોનમાં વીડિયો કે દસ્તાવેજોના રૂપમાં પ્રવેશી શકે છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે, વીડિયો કે દસ્તાવેજ ખોલતાની સાથે જ તે વપરાશકર્તાઓની વ્યક્તિગત અને બેંકિંગ વિગતો ચોરી લે છે.

માલવેર ફોનને નુકસાન પહોંચાડી શકે છે

ટાઇમ્સ નાઉના અહેવાલ મુજબ, ‘ડાન્સ ઓફ ધ હિલેરી’ એક ખતરનાક વાયરસ છે. તે ફક્ત વ્યક્તિગત માહિતી ચોરી કરવા માટે જ બનાવવામાં આવેલ નથી. પરંતુ તે તમારા ઉપકરણને પણ નુકસાન પહોંચાડી શકે છે. આ વાયરસ લોકોને છેતરે છે. કારણ કે WhatsApp પર આવતા વિડીયો અને ડોક્યુમેન્ટ ફાઇલો જોયા પછી, કોઈને વિશ્વાસ નથી થતો કે વાયરસ હોઈ શકે છે.

ફોનના બેકગ્રાઉન્ડમાં વાયરસ ઇન્સ્ટોલ થઈ જાય છે

રિપોર્ટ મુજબ, જો યુઝર વીડિયો કે ડોક્યુમેન્ટ્સ ખોલે છે. તો આ વાયરસ ફોનના બેકગ્રાઉન્ડમાં ચાલે છે અને ઇન્સ્ટોલ થવા લાગે છે. આનાથી હેકર્સ તમારા ફોન પર નિયંત્રણ મેળવી શકે છે. આ પણ ચિંતાનો વિષય છે. કારણ કે, તમને ખબર પણ નહીં પડે અને માલવેર ફોનમાં પ્રવેશી જશે.

તમારા ફોનને વાયરસથી કેવી રીતે બચાવશો

  • અજાણ્યા સ્ત્રોતમાંથી આવેલી કોઈપણ ફાઇલ ખોલશો નહીં.
  • ઘણા લોકોના WhatsApp માં મીડિયા ફાઇલો ઓટોમેટિક ડાઉનલોડ થઈ જાય છે, તે સુવિધા બંધ કરો.
  • એવા કોઈપણ WhatsApp કે Facebook એકાઉન્ટ પર ક્લિક કરશો નહીં. જેને તમે જાણતા નથી.
  • તમારા ડિવાઇસનો પાસવર્ડ હંમેશા મજબૂત રાખો. તેમાં ખાસ અક્ષરો મૂકો, ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન ચાલુ કરો.

exe મીડિયા ફાઇલોથી સાવધ રહો

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, “tasksche.exe” નામની ફાઇલ તમારા ફોન, લેપટોપ અથવા કમ્પ્યુટરમાં આવે છે. તો તેને ખોલશો નહીં. નિષ્ણાતો કહે છે કે, exe થી સમાપ્ત થતી કોઈપણ ફાઇલ શંકાસ્પદ હોઈ શકે છે. તમારા ફોનમાં પ્રવેશ્યા પછી, આવી ફાઇલમાં છુપાયેલ માલવેર ફક્ત માહિતી ચોરી જ નહીં કરે પણ ઉપકરણને ક્રેશ પણ કરી શકે છે. હેકર્સ પણ તેનો નિયંત્રણ લઈ શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વલસાડ પોલીસે માછીમારોને સાવધાન રહેવા સૂચના આપી

આ પણ વાંચો:જામનગરમાં વહેલી સવારે પાકિસ્તાની ડ્રોન તોડી પડાયાની અફવા

આ પણ વાંચો:CM ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે બેઠક, સરકારી કર્મીઓની રજા રદ