દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાનનું નામ દિવંગત અટલ બિહારી વાજપેયીના નામ પર રાખવાના પ્રસ્તાવ પર વિવાદ શરુ થઇ ગયો છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું કે ભાજપે પીએમનું નામ બદલી દેવું જોઈએ. ત્યારે કદાચ એમને વોટ મળી શકે છે. સીએમ કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યું રામલીલા મેદાન વગેરેના નામ બદલીને અટલજીના નામ પર રાખવાથી વોટ નહિ મળે. ભાજપે પ્રધાનમંત્રીનું નામ બદલી દેવું જોઈએ, ત્યારે કદાચ થોડા વોટ મળી શકે. કારણ કે હવે એમને એમના નામ પર તો વોટ મળશે નહિ.
रामलीला मैदान इत्यादि के नाम बदलकर अटल जी के नाम पर रखने से वोट नहीं मिलेंगे
भाजपा को प्रधान मंत्री जी का नाम बदल देना चाहिए। तब शायद कुछ वोट मिल जायें। क्योंकि अब उनके अपने नाम पर तो लोग वोट नहीं दे रहे। https://t.co/156uKuTQ7V
— Arvind Kejriwal (@ArvindKejriwal) August 25, 2018
વળી, આપના એક અન્ય નેતા અલ્કા લાંબાએ ભાજપને પૂછ્યું કે અટલ બિહારી વાજપેયી શું રામથી મોટા છે? એમણે કહ્યું કે ભક્તો સમજી નથી શકતા કે ભગવાન રામ ના નામનો વિરોધ કરીએ કે અટલજીના નામનો.
भक्त समझ नही पा रहे भगवान राम के नाम का विरोध करें या फिर अटल जी के नाम का …#रामलीलमैदान
— Alka Lamba 🇮🇳 (@LambaAlka) August 25, 2018
આપ ધારાસભ્યએ કહ્યું કે જે રીતે ડૂબતાને તણખલાનો સહારો હોય છે, એવી જ રીતે ભાજપને અટલજીનો સહારો લેવો પડે છે. ભાજપ અટલજીના અસ્થિ કળશ પોલિંગ બૂથ સુધી પહોંચાડશે. એ પણ અટલજીના પરિવારમાં ભારે નારાજગી હોવા છતાં. આનાથી નીચલા સ્તરની રાજનીતિ શું હોય શકે છે.
कुछ लोग जानबूझकर भ्रम फैलाने की कोशिश कर रहे हैं! मर्यादा पुरुषोत्तम भगवान राम हम सबके आराध्य हैं इसलिये रामलीला मैदान का नाम बदलने का कोई सवाल ही नहीं है! pic.twitter.com/xJ7XrSIutO
— Manoj Tiwari (@ManojTiwariMP) August 25, 2018
આમ આદમી પાર્ટીના હુમલાઓ પર ભાજપે સ્પષ્ટતા આપી છે, અને અસત્ય ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. દિલ્હી ભાજપ અધ્યક્ષ મનોજ તિવારીએ કહ્યું કે કેટલાક લોકો જાણીબુજીને ભ્રમ ફેલાવવાની કોશિશ કરી રહ્યા છે. મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ આપણા બધાના આરાધ્ય છે. એટલા માટે રામલીલા મેદાનનું નામ બદલવાનો કોઈ સવાલ જ નથી.
જણાવી દઈએ કે આજે ઉત્તર દિલ્હી નગર નિગમ ના ભાજપી પાર્ષદોએ રામલીલા મેદાનને વાજપેયીના નામ પર રાખવાનો પ્રસ્તાવ રાખ્યો છે. પાર્ષદોના આ પ્રસ્તાવ પર 30 ઓગસ્ટે સદનમાં ચર્ચા થશે. ઉત્તરી દિલ્હી નગર નિગમ ભાજપના કબ્જામાં છે. સાફ છે કે પ્રસ્તાવને મંજૂરી મળી જ જશે.
