Not Set/ આઝાદી પછી પહેલી વાર, અહીં ત્રિરંગો લહેરાયો. યાદ છે ને 14 જવાનોની શહાદત?

છત્તીસગઢ, 206 કોબ્રા બટાલિયન, સીઆરપીએફ – 150 બટાલિયન, સુકમા, નક્સલવાદી, કાસલપડ, નકસલી હુમલો, 1 ડિસેમ્બર 2014, 14 જવાનો, શહાદત યાદ છે ને ? જો ન પણ હોય તો યાદ આપાવી દઇએ કે  206 કોબ્રા કમાન્ડો બટાલિયન અને સીઆરપીએફ – 150 બટાલિયન પર છત્તીસગઢનાં સુકમાનાં નક્સલ પ્રભાવિત કાસલપાડ પાસે 1 ડિસેમ્બર, 2014 નાં રોજ નક્સલીઓ દ્વારા […]

Top Stories India

છત્તીસગઢ, 206 કોબ્રા બટાલિયન, સીઆરપીએફ – 150 બટાલિયન, સુકમા, નક્સલવાદી, કાસલપડ, નકસલી હુમલો, 1 ડિસેમ્બર 2014, 14 જવાનો, શહાદત યાદ છે ને ?

જો ન પણ હોય તો યાદ આપાવી દઇએ કે  206 કોબ્રા કમાન્ડો બટાલિયન અને સીઆરપીએફ – 150 બટાલિયન પર છત્તીસગઢનાં સુકમાનાં નક્સલ પ્રભાવિત કાસલપાડ પાસે 1 ડિસેમ્બર, 2014 નાં રોજ નક્સલીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં CoBra અને CRPF બટાલીયનનાં 14 જવાનોએ જીવ ગુમાવ્યો હતો અને શહાદત વહોરી હતી.

છત્તીસગઢનાં સુકમાનાં નક્સલ પ્રભાવિત કાસલપાડ ગામ પાસે ચિંતાગુફામાં તૈનાત કોબ્રા બટાલીયન 206 અને સીઆરપીએફ 150 બટાલિયનનાં જવાનો પર હુમલો કરવામા આવ્યો, વિસ્ફોટથી જવાનોને ઉડાવી દેવાની કોશિશ કરવામાં આવી જ્યારે જવાનો દ્વારા 14/08/2019 એટલે કે ગઇ કાલે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરવામા આવી રહ્યું હતું.

સદભાગ્યે 14/08/2019નાં રાજ કરવામાં આવેલા હુમલામાં કોઇ જવાનને ઇજા પહોંચી ન હતી અને બસ જવાનોએ કાસલપાડામાં જ સ્વતંત્રતા પર્વની  (#IndpendenceDayની) ધામધુમ સાથે ઉજવણી કરવાનું નક્કી કરી નાખ્યું.

ભારતીય સેના એકવાર કોઇ વસ્તુ નક્કી કરે પછી તેમા કાઇ કચાસ હોય ખરી, CoBra અને CRPF બટાલીયન દ્વારા સમગ્ર વિસ્તારમાં રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામા આવ્યું અને વિસ્તાનનાં તમામ સ્થાનિકોની સાથે મળી રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.

આપને જણાવી દઇએ કે આ વિસ્તારમાં આઝાદી પછી પહેલી વાર ત્રિરંગો લહેરાયો હતો. CoBra અને CRPF બટાલીયનનાં બહાદુર જવાનો દ્વારા આ વિસ્તારમાં તિરંગો લહેરાવી અને નક્સલીઓને એક પ્રકારની ગંભીર ચેતાવણી પણ આપી દેવામાં આવી છે કે સેના કફન બાંધીને જ પોતાની ફરજ નીભાવે છે અને હવે તમારી ખેર નથી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.