Gujarat Weather: દક્ષિણ પશ્ચિમ ચોમાસાના આગમન પહેલા જ ગુજરાતમાં વરસાદી માહોલ જામી રહ્યો છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં છૂટાછવાયા અને ભારે વરસાદની આગાહી કરી છે. આગામી ચારથી પાંચ દિવસમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ કેરળ પહોંચવાની શક્યતા છે. તેની અસર ગુજરાતમાં પણ જોવા મળશે.
આ સમયે ગુજરાતમાં એક સાથે બે સિસ્ટમ સક્રિય હોવાથી 26 મે સુધી વરસાદી સ્થિતિ ચાલુ રહેશે. આજે 21 જિલ્લામાં વરસાદની શક્યતા છે.આગામી સાત દિવસ સુધી રાજ્યમાં છૂટાછવાયા ભારે વરસાદની શક્યતા છે. 4 દિવસ પછી કેરળમાં વરસાદ આવશે. આજે રાજ્યમાં હળવો થી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. આવતીકાલથી રાજ્યમાં વરસાદની તીવ્રતા વધશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમ થી ભારે વરસાદની શક્યતા છે.
આ સમયે બે વરસાદી સિસ્ટમ એક સાથે સક્રિય છે. એક સિસ્ટમ રાજસ્થાન તરફ આગળ વધી રહી છે, જ્યારે બીજી અરબી સમુદ્રમાં સક્રિય પ્રવાહ છે. હાલમાં, અરબી સમુદ્રમાં એક ઉપલા હવા ચક્રવાતી પરિભ્રમણ સક્રિય થયું છે. ૨૨ મેની આસપાસ એક ચક્રવાતી પરિભ્રમણ જેમાં નીચા દબાણવાળી સિસ્ટમ બનશે. દેશમાં ચોમાસા માટે પણ પરિસ્થિતિ અનુકૂળ છે. ચોમાસુ ૪-૫ દિવસમાં કેરળ પહોંચશે. પરિસ્થિતિ જોતા ગુજરાતમાં પણ સારી ચોમાસાની સ્થિતિ જોવા મળશે.
આ પણ વાંચો:ગુજરાતમાં 18 જીલ્લામાં ગાજવીજ સાથે મેઘો ત્રાટકશે, ખેડૂતોએ રહેવું પડશે સાવધાન
આ પણ વાંચો:ગુજરાતમાં ખરાબ હવામાનથી 21 લોકોનાં મોત! IMD એ આપ્યું યલો એલર્ટ
આ પણ વાંચો:ગુજરાતમાં 24 કલાક ભારે! ગાજવીજ અને પવન સાથે પડશે માવઠું
