Jamnagar News: જામનગર (Jamnagar) તેમજ દેવભૂમિ દ્વારકા (Dwarka) જિલ્લામાં ગત સોમવારથી વીજ તંત્ર દ્વારા પુનઃવીજ ચેકિંગની કામગીરી શરૂ કરાયા બાદ ગઈકાલે શુક્રવાર સુધીના પાંચ દિવસના વીજ ચેકિંગ દરમિયાન કુલ 3 કરોડ 11 લાખની વીજ ચોરી પકડી લેવામાં આવી છે.
ગઈકાલે શુક્રવારે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારો ઉપરાંત લાલપુર ગ્રામ્ય વિસ્તાર તથા ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારમાં વિજ ચેકિંગ કરવામાં આવ્યું હતું. કુલ 47 જેટલી વીજચેકિંગ ટુકડીને મેદાનમાં ઉતારવામાં આવી હતી, જેની મદદ માટે એસઆરપીના 12 જવાનો, 19 પોલીસ કર્મચારી તથા 3 વીડિયોગ્રાફરને જોડવામાં આવ્યા હતા.
ગઈકાલે કુલ 546 વીજ જોડાણ તપાસવામાં આવ્યા હતા. જેમાંથી 93 વીજ જોડાણમાં ગેરરીતિ જોવા મળતાં આવા આસામીઓને કુલ રુ.48.20 લાખનાં વીજ ચોરીના પુરવણી બિલ આપવામાં આવ્યા હતા.
@સાગર સંઘાણી
આ પણ વાંચો:જામનગરમાં વીજ ચેકિંગમાં રૂ. 44 લાખથી વધુ રકમની વીજ ચોરી પકડાઈ
આ પણ વાંચો:વીજબિલ ઉઘરાણી મામલે વીજ કર્મચારી અને ગ્રામજનો વચ્ચે વિવાદ, ગ્રામજનોએ આપી આંદોલનની ચીમકી
આ પણ વાંચો:જૂનાગઢમાં PGVCLનાં કર્મચારીનું વીજશોક લાગતા થયું મોત
