Sabarkantha News/ વીજબિલ ઉઘરાણી મામલે વીજ કર્મચારી અને ગ્રામજનો વચ્ચે વિવાદ, ગ્રામજનોએ આપી આંદોલનની ચીમકી

પ્રાંતિજ ના વદરાડ ગ્રામજનો દ્રારા વિજ કર્મચારીને સસ્પેન્ડ કરવાની માંગ સાથે વિજ કચેરી ખાતે દોડી આવ્યા.વીજકર્મચારી સસ્પેન્ડ નહી થાય ત્યાં સુધી ગ્રામજનો વીજબીલ નહી ભરે…

Gujarat Top Stories Others Breaking News

Sabarkantha News : સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં વદરાડ ગામ ખાતે વિજબીલ ઉઘરાણી કરવા ગયેલ વીજ કર્મચારી દ્વારા  વિભત્સ ગાળોબોલી પરિવારને મારમારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપવાની ઘટનાને લઈને સમગ્ર ગામજનો એક થઈ વીજકચેરી તથા પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે દોડી જઇ રજુઆત કરી હતી.

મળતી માહિતી મુજબ પ્રાંતિજના વદરાડ ગામે રહેતા અમરસિંહ જહુરસિંહ ઝાલા તથા તેમના પરિવારના સભ્યોને વિજબીલ ઉઘરાણી આવેલ કર્મચારી દ્વારા જપાજપી કરી ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતા અમરસિંહ જહુરસિંહ ઝાલા દ્રારા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમા ફરિયાદ કરવામા આવી છે, તો ગ્રામજનો દ્રારા અગાઉ પણ ગામમા આવા બનાવો બન્યા હોવાનુ જણાવી રહ્યા હતા. જેને લઈ રાત્રી દરમ્યાન વદરાડ ખાતે આવેલ નદી ગામ ટ્રસ્ટ હોલ ખાતે સમગ્ર વદરાડના ગ્રામજનો દ્વારા એકઠા થયા હતા અને મીટીંગ યોજી હતી અને આરોપીઓને કડકમા કડક સજા થાય અને વિજકર્મચારીની બદલી તથા સસ્પેન્ડ થાય તેવી ચર્ચાઓ કરી હતી અને આજરોજ પ્રાંતિજ વીજકચેરી ખાતે ગ્રામજનો દોડી આવ્યા હતા અને વીજકર્મચારીને સસ્પેન્ડ કરવા લેખિત તથા મૌખિક રજુઆત કરી હતી અને જો એમ નહી કરવામા આવે તો વદરાડ ગામના સમસ્ત ગામજનો વીજબીલ નહી ભરવાની ચિમકી ઉચ્ચારી હતી અને કોઇ પણ એક્શન લેવામા નહી આવે તો આગામી દિવસોમા જલદ આંદોલનની ચીમકી આપી હતી.

ગામજનોએ પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે રજુઆત કરતા પોલીસે તેનો રંગ બતાવ્યો હતો અને રજુઆત કરવા આવતા ગ્રામજનોને રોક્યા હતા અને પોલીસ સ્ટેશનમાથી ધકકા માર્યા હતા અને પોલીસની દાદાગીરી પણ જોવા મળી હતી, તો કવરેજ માટે ગયેલ મીડિયા કર્મીઓને પણ કવરેજ ના કરવાનુ કહીને પોલીસ સ્ટેશનમાથી બહાર નીકાળ્યા હતા. ત્યારે ન્યાય માટે આવેલ ગામજનો ન્યાય માટે જાય તો કયાં જાય ત્યારે ગામજનો જણાવી રહ્યા છે કે, પોલીસ દ્વારા ઝડપી એક્શન લેવામા આવશે કે પછી ગોકળગાયની ગતિએ તપાસ શરૂ કરશે તે તો હવે જોવાનું રહ્યુ…!

@ દિપકસિંહ રાઠોડ, સાબરકાંઠા


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સાબરકાંઠાની લીમડા પ્રાથમિક શાળામાં શિક્ષિકાના વિરોધમાં બાળકો નથી જઈ રહ્યાં શાળાએ

આ પણ વાંચો: સાબરકાંઠામાં ઉત્તરાયણની અનોખી પરંપરા: દેવચકલીના આધારે આગામી વર્ષની આગાહી

આ પણ વાંચો: સાબરકાંઠામાં ગોપાલ નમકીનના ગાંઠિયાના પેકેટમાં મૃત ઉંદર નીકળ્યો