Surat News/ ગુજરાતમાં SIRનો વિરોધઃ સુરત શહેર કોંગ્રેસ પ્રમુખને પ્રક્રિયાને હાઈકોર્ટમાં પડકારી

SIRને લઈને કોંગ્રેસનો વિરોધનો વંટોળ હજી શાંત પડતો નથી. ગુજરાતના દરેક જિલ્લામાં કોંગ્રેસે તેની સામે વિરોધ કર્યો છે. સુરતમાં પણ વિરોધ કરતાં શહેર કોંગ્રેસ પ્રમુખે અધિકારીઓના મનસ્વી વર્તન સામે કેસ કર્યો છે.

Top Stories Gujarat Surat Breaking News
SIRની પ્રક્રિયામાં ચૂંટણી અધિકારીઓની મનમાનીનો આક્ષેપ

Surat News: ગુજરાતમાં મતદારયાદી સુધારણા (SIR)ને લઈને કોંગ્રેસનો વિરોધનો વંટોળ હજી શાંત પડતો નથી. રાજ્યના લગભગ દરેક જિલ્લામાં કોંગ્રેસ (Congress) આ મતદારયાદી સુધારણા (SIR)નો વિરોધ કરી રહી છે. સ્વાભાવિક છે પછી આ વિરોધમાં સુરત પણ કેમ પાછું રહી જાય.

SIRની પ્રક્રિયામાં ચૂંટણી અધિકારીઓની મનમાનીનો આક્ષેપ
SIRની પ્રક્રિયામાં ચૂંટણી અધિકારીઓની મનમાનીનો આક્ષેપ

મતદારયાદી સુધારણાની પ્રક્રિયાને ગુજરાત હાઈકોર્ટમાં પડકારાઈ

સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલાએ (Vipun Udhnavala) ચૂંટણીપંચના અધિકારીઓની મનમાની સામે ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court)માં પિટિશન દાખલ કરી છે. તેમનો આરોપ છે કે ચૂંટણીપંચના અધિકારીઓએ મતદારયાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન મનસ્વી રીતે વર્તણૂક કરી છે. તેમની આ મનસ્વી વર્તણૂકના કારણે સુરતમાં કેટલાય મતદારો મતદાનના તેમના બંધારણીય અધિકારથી વંચિત રહી જાય તેવી સ્થિતિ સર્જાઈ છે.

SIRની પ્રક્રિયામાં ચૂંટણી અધિકારીઓની મનમાનીનો આક્ષેપ
SIRની પ્રક્રિયામાં ચૂંટણી અધિકારીઓની મનમાનીનો આક્ષેપ

મતદારયાદી પ્રક્રિયામાં નિયમોના ધરાર ભંઘનો આક્ષેપ

આમ વિપુલ ઉધનાવાલાએ સ્પેશ્યલ ઇન્સેન્ટિવ રિવિઝનના નિયમોનો ધરાર ભંગ કરવામાં આવ્યો હોવાનું જણાવતા કાયદાકીય જંગ શરૂ કર્યો છે. વિપુલ ઉધનાવાલાએ એડવોકેટ ઝમીર શેખ દ્વારા હાઇકોર્ટમાં દાખલ કરેલી અરજીમાં જણાવવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારના રજિસ્ટ્રેશન ઓફ ઇલેક્ટર્સ રુલ્સ 1960 હેઠળ જે ફરજિયાત નિયમો ઘડવામાં આવ્યા છે તેનું મતદારયાદી સુધારણાની પ્રક્રિયા દરમિયાન પાલન કરવામાં આવ્યું નથી.

SIRની પ્રક્રિયામાં ચૂંટણી અધિકારીઓની મનમાનીનો આક્ષેપ
SIRની પ્રક્રિયામાં ચૂંટણી અધિકારીઓની મનમાનીનો આક્ષેપ

અધિકારીઓની મનમાની

તેમણે ઉમેર્યુ હતું કે મતદારયાદી સુધારણાની ક્રિયા સામે વાંધો નથી, પરંતુ તે જે કાયદાકીય જોગવાઈઓના પાલન સાથે કરવી જોઈએ તે રીતે કરવામાં આવતી નથી. ચૂંટણીપંચના અધિકારીઓને મનસ્વી વલણે ઘણી તકલીફો સર્જી છે. આ અધિકારીઓ કાયદાકીય મર્યાદાની બહાર જઈ કામ કરતાં જોવાનો આક્ષેપ કેમણે કર્યો છે. તેથી આ પ્રકરણને ગુજરાત હાઈકોર્ટ હાથમાં લે અને ન્યાય કરે તેવી માંગ તેમણે કરી છે. ગુજરાત હાઇકોર્ટ આગામી દિવસોમાં આ મુદ્દે સુનાવણી કરશે. આમ સુરતના રાજકીય વર્તુળોમાં મતદારયાદી સુધારણા ચર્ચાસ્પદ મુદ્દો બની ગયો છે. આગામી દિવસોમાં તેને લઈને કોર્ટની અંદર અને રાજકારણના સમરાંગણમાં બંને સ્થળોએ લડત અને સંઘર્ષ જોવા મળે તો આશ્ચર્ય નહી થાય.

આ પહેલા વડોદરા શહેર કોંગ્રેસે પણ શાસક પક્ષ પર SIRની પ્રક્રિયા દ્વારા મતદારયાદીમાંથી નામો કાઢી નાખવાનો આક્ષેપ કર્યો હતો. તેની સાથે લગભગ 47 હજારથી પણ વધારે નામો મતદારયાદી સુધારણાની પ્રક્રિયાના નામે કમી કરવાનો આક્ષેપ તેઓએ કર્યો હતો. દરેક શહેરોમાં કોંગ્રેસે મતદારયાદી સુધારણા પ્રક્રિયા સામે આક્રમક વલણ અપનાવ્યું છે.


આ પણ વાંચો : તા.01.01.2026 લાયકાત આધારે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા (SIR) શરૂ

આ પણ વાંચો : SIRની મહત્વપૂર્ણ કામગીરીને ધ્યાનમાં રાખી સહકારી મંડળીઓની ચૂંટણીમાં છ મહિના મુક્તિ:જીતુ વાઘાણી

આ પણ વાંચો : મતદાર યાદી SIR મુદ્દે કોંગ્રેસનો વાંધો, સુરત કલેક્ટરને કાનૂની નોટિસ