Election/ પશ્ચિમ બંગાળ ની ચૂંટણીમાં સફાઈ અભિયાન..! , DGP વિરેન્દ્રને ચૂંટણીપંચે હટાવી પી નીરજનયનને સોંપી જવાબદારી

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીપહેલા ચૂંટણી પંચ એક્શન મોડમાં આવી ગયું છે. મંગળવારે પંચે પશ્ચિમ બંગાળના ડીજીપી વિરેન્દ્રનું ટ્રાન્સફર કરી દીધુ છે.

Top Stories India

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીપહેલા ચૂંટણી પંચ એક્શન મોડમાં આવી ગયું છે. મંગળવારે પંચે પશ્ચિમ બંગાળના ડીજીપી વિરેન્દ્રનું ટ્રાન્સફર કરી દીધુ છે.વિરેન્દ્રના સ્થાને પી નીરજનયનને તૈનાત કરવામાં આવ્યા છે. મીડિયા અહેવાલ પ્રમાણે પંત તરફથી સખત નિર્દેશ છે કે વીરેન્દ્રને ચૂંટણી સાથે જોડાયેલા પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ કામોની જવાબદારી આપવામાં આવશે નહીં. ચૂંટણી પંચના ખાસ પર્યવેક્ષક ચૂંટણી તૈયારીઓની સમીક્ષા માટે કોલકત્તા પહોંચ્યા બાદ આ નિર્ણય આવ્યો છે.

હુંકાર / મમતાએ કહ્યું- હું પણ ચંડી પાઠ કરું છું, ચૂંટણી પછી જોઇશ કે જીભમાં કેટલું જોર છે

આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજ્યમાં 27 માર્ચથી વિધાનસભા ચૂંટણી શરૂ થવાની છે. ચૂંટણી પંચ બંગાળમાં સુરક્ષિત અને નિષ્પક્ષ મતદાનને લઈને શરૂઆતથી સતર્ક છે. તેને ધ્યાનમાં રાખતા પ્રદેશમાં આઠ તબક્કામાં ચૂંટણી કરાવવામાં આવી છે. પંચે રાજ્યમાં ચૂંટણીની તૈયારીઓ માટ પર્યવેક્ષક મોકલ્યા છે. શુક્રવારે વિશેષ પર્યવેક્ષકના રૂપમાં અજય નાયક અને પોલીસ પર્યવેક્ષપના રૂપમાં વિવેક દુબેને કોલકત્તા મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત  બન્ને પર્યવેક્ષકોએ અહીં ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરી. આ વચ્ચે મંગળવારે આ આદેશ ચૂંટણી પંત તરફથી આવ્યો, જેમાં બંગાળના ડીજીપીનું ટ્રાન્સફર કરી દેવામાં આવ્યું છે.

અફવા / અમદાવાદમાં આટલા વાગે હોટેલો બંધ થઇ જશે? AMCએ કર્યો મોટો ખુલાસો

આ મામલે પંચે પોતાના આદેશમાં કહ્યું કે, આ નિર્ણય પ્રદેશમાં ચૂંટણી તૈયારીઓની સમીક્ષા બાદ લેવામાં આવ્યો છે. પંચે બંગાળ સરકારને આ સંબંધમાં આદેશ પત્ર પણ મોકલ્યો છે. તેમાં લખવામાં આવ્યું છે કે ચૂંટણી તૈયારીની સમીક્ષા બાદ પંચે 1985 બેચના આઈપીએસ અધિકારી ડીજીપી વીરેન્દ્રની તત્કાલ પ્રભાવથી બદલી કરવાનો નિર્ણય કર્યો છે. તેમને ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટરી ચૂંટણી સંબંધિત કોઈ કામ આપવામાં આવશે નહીં. તો 1987 બેચના આઈપીએસ અધિકારી પી નીરજનયને બંગાળના નવા ડીજીપી બનાવવામાં આવ્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…