Junagadh News/ જૂનાગઢમાં PGVCLનાં કર્મચારીનું વીજશોક લાગતા થયું મોત

કર્મચારીઓની બેદરકારીના કારણે કર્મીનું મોત નિપજ્યું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે.

Gujarat Others
Image 2025 01 07T122925.961 જૂનાગઢમાં PGVCLનાં કર્મચારીનું વીજશોક લાગતા થયું મોત

Junagadh News: જૂનાગઢમાં (Junagadh) પીજીવીસીએલના (PGVCL) કર્મચારીનું ચાલુ ફરજે મોત (Death) નિપજ્યું છે. વીજ પોલ પર ચડેલા કર્મીને વીજશોક (Electrocution) લાગતા મોત થયું છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે.

Image 2025 01 07T123050.082 જૂનાગઢમાં PGVCLનાં કર્મચારીનું વીજશોક લાગતા થયું મોત

જૂનાગઢ જીલ્લાના વિસાવદરમાં (Visavadar) આજે દુર્ઘટના ઘટી છે. મળતી માહિતી અનુસાર વિસાવદરના ચાપરડા ગામે પીજીવીસીએલ (PGVCL)માં ફરજ બજાવતાં  કર્મચારી વીજ ફોલ્ટ રિપેર કરવા થાંભલા પર ચડ્યા હતા. સાથી કર્મચારીઓની બેદરકારીના કારણે કર્મીનું મોત નિપજ્યું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. મૃતક રિપેર કામ કરી રહ્યો હતો ત્યારે અચાનક વીજ પુરવઠો શરૂ થઈ જતા ઘટના બની હતી. યુવક નરેશ મછારના અચાનક મોતથી પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. મૃતદેહને હોસ્પિટલ ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તેમજ જે તે વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જૂનાગઢમાં ધ્વજવંદન વખતે વીજશોકથી યુવાનનું મોત

આ પણ વાંચો:કલ્યાણપુર તાલુકામાં વીજશોકથી ત્રણ વ્યક્તિના મૃત્યુ થયા

આ પણ વાંચો:અમરેલીના વડિયામાં વીજ કરંટ લાગતા એકનું મોત, લીલીયામાં ખેતમજૂરનું મોત