Amreli News: અમરેલીના વડિયા ગામ(Vadia village) માં ઇલેકટ્રિક શોક લાગતા એકનું મોત થયું છે. ભૂખલી સાથરી ગામના વ્યક્તિને ઇલેક્ટ્રિક શોક લાગ્યો છે. આધેડને ઇલેક્ટ્રિક શોક લાગતા મોત નીપજ્યું છે. હીરાબાઈ ગોબરભાઈ જાદવ તેમના સંબંધીને ત્યાં બરવાળા બાવળ ગામે ગયા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી. મકાનના સ્લેબના સળિયામાં દૂધનું કેન લેવા જતા ઇલેક્ટ્રિક શોક લાગ્યો હતો. વડીયા સિવિલ હોસ્પિટલમાં તેમનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડીને પોલીસે વધુ તપાસ આદરી છે.
આ ઉપરાંત લીલીયા તાલુકાના આંબા ગામ પાસે આવેલ વાડીમાં ખેત મજૂરી કામ કરતા યુવકને વીજપોલમા વીજ કરંટ લાગતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. વીજશોક લાગતા યુવકના મોતની આ ઘટના લીલીયા તાલુકાના આંબા ગામની સીમમાં બની હતી. બનાવ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ અહી રહેતા દાદુભાઇ રામભાઇ અમલીયાર નામના યુવાનને રાત્રીના સમયે વાડી બહાર વીજપોલમા વીજ કરંટ લાગતા સારવાર માટે દવાખાને લઇ જવાયો હતો. અહી ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે નાગરસિંગ રાવસિંગ પચવાએ લીલીયા પોલીસ મથકે જાણ કરી હતી. વધુ તપાસ એએસઆઈ ડી.આર.મકવાણા ચલાવી રહ્યા છે.
આ પહેલા બનેલી આવી જ ઘટનામાં અરવલ્લીના બાયડના ડાભા ગામે બનેલી ઘટનામાં વીજકરંટથી પિતાપુત્રના મોત થયા હતા. પિતાને કપડા સૂકવવાનો તાર ગળામાં આવી જતા વીજકરંટથી મોત થયું છે બીજી તરફ પુત્ર તેમને બચાવવા જતા તેનુ મોત થયું છે,સમગ્ર ઘટનામાં માતાને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવી છે.બાયડના ડાભા ગામે એક જ પરિવારમાં બે લોકોના વીજ કરંટથી મોત થતા પરિવારમાં તેમજ ગામમાં શોકની લાગણી પ્રસરી છે,ડાભા ગામે પિતા ને ગળાના ભાગે કપડા સૂકવવાનો તાર આવી ગયો હતો અને તે કપડા સૂકવવાના તારમાં વીજકરંટ પસાર થયો હતો જેના કારણે તેઓનુ ઘટના સ્થળે જ મોત થયું છે,તો વીજ કરંટથી પિતા બુમાબુમ કરવા લાગ્યા હતા જેના કારણે પુત્ર તેમને બચાવવા ગયો જયા તેનું પણ મોત થયુ,આ સમગ્ર ઘટનામાં માતાને પણ વીજકરંટ લાગ્યો છે અને તેમનો જીવ બચી ગયો છે અને તેમને સારવાર હેઠળ ખસેડાયા છે.
આ પણ વાંચો: અરવલ્લીમાં વીજકરંટથી બેનાં મોત, પિતાને બચાવવા જતા પુત્રએ પણ ગુમાવ્યો જીવ
આ પણ વાંચો: ચાંદખેડામાં વીજકરંટથી બે લોકોનાં મોત, ઘટનાને લઈ સ્થાનિકોમાં ભારે રોષ
આ પણ વાંચો: રાજ્યમાં વીજ કરંટથી વધુ 2 લોકોના મોત, યુવતીનું મોત શંકાસ્પદ