Rajkot News: રાજકોટ (Rajkot)માં ભાજપના કોર્પોરેટર (Corporator)ની ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે વિવાદિત પોસ્ટને લઈ વિવાદ છેડાયો છે. વોર્ડ નંબર 10નાં કોર્પોરેટર ચેતન સુરેજાએ વોટ્સગ્રૂપમાં પોસ્ટ મૂકી મજાક ઉડાવી હતી.
હાલ કેટલાય દિવસથી ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધનો માહોલ સર્જાયો છે. તણાવભરી સ્થિતિમાં રાજકોટના એક કોર્પોરેટર ચેતન સુરેજાની પોસ્ટે વિવાદ જગાવ્યો છે. તેમણે પોસ્ટ મૂકી હતી કે, 240 સીટમાં આટલું જ યુદ્ધ જોવા મળે, આખું જોવું હોય તો 400 સીટ આપવી પડે (જો આ પાછું નવું આવ્યું).. સ્માઈલી ઈમોજી મૂકી પોસ્ટ શેર કરતા લોકો ચોંકી ગયા હતા. બંને દેશો વચ્ચેની તણાવભરી સ્થિતિમાં લોકો સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી યુદ્ધની ટીકા, સરકારને સમર્થન અને મજાક પણ કરી રહ્યાં છે. માહિતી મુજબ સરકારે 4 લોકો વિરૂદ્ધ ફરિયાદ પણ નોંધી છે. કેટલાક નાગરિકોની ધરપકડ પણ કરવામાં આવી છે.

સીઝફાયર બાદ રાજકોટ ભાજપ ગ્રૂપમાં 240 સીટમાં આટલું જ યુદ્ધ જોવા મળે, આખું જોવું હોય તો 400 સીટ આપવી પડે (જો આ પાછું નવું આવ્યું).. સ્માઈલી ઈમોજીવાળી પોસ્ટથી પક્ષનાં ટોચના હોદ્દેદારોને શરમમાં મૂકી દીધા છે. આ ગ્રૂપમાં MLA, કોર્પોરેટર સહિત અનેક નેતાઓ છે. કોર્પોરેટરની પોસ્ટથી હવે આગળ શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું.
આ પણ વાંચો:રાજકોટમાં અમિત ખૂંટ આપઘાત કેસમાં આરોપી પૂજા રાજગોરનો મોટો ખુલાસો
આ પણ વાંચો:રાજકોટમાં 13 વર્ષીય સગીરા દુષ્કર્મનો ભોગ બની, આરોપીએ 2 વખત દુષ્કર્મ આચર્યુ
આ પણ વાંચો:રાજકોટમાં NEET પરીક્ષા પાસ કરાવાની ગેરંટી આપતી છેતરપિંડી કરતી ગેંગ વિરૂદ્ધ FIR
