ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચ સમાપ્ત થયા બાદ મેદાન પર એક ખાસ નજારો જોવા મળ્યો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સના બોલર દીપક ચાહરે પોતાની ગર્લફ્રેન્ડને સ્ટેન્ડમાં જ પ્રપોઝ કર્યું, આ દૃશ્ય જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા અને જોત જોતામાં સોશિયલ મીડિયામાં આ પળ છવાઈ ગઈ.
IPL 2021 માં ગુરુવારે રમાયેલી મેચમાં પંજાબ કિંગ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવી હતી. મેચ પૂરી થયા બાદ મેદાન પર એક ખાસ નજારો જોવા મળ્યો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સના બોલર દીપક ચાહરે પોતાની ગર્લફ્રેન્ડને સ્ટેન્ડમાં જ પ્રપોઝ કર્યું, આ દૃશ્ય જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. જ્યારે મેચ સમાપ્ત થઈ, તરત જ દીપક ચાહર સ્ટેન્ડ પર પહોંચ્યો અને તેની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું. દીપક ચાહરે એક ઘૂંટણ પર બેસી જઈને તેની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું હતું, જે દરમિયાન આસપાસ ઉભેલા લોકોએ પણ તાળીઓ પાડી હતી. જ્યારે તેણીએ જવાબમાં હા પાડી ત્યારે બંનેએ એકબીજાને ગળે લગાવ્યા.
Deepak chahar Propose his Girlfriend 😍❤ pic.twitter.com/lkPDJ11Y5N
— Suresh Raina FC™ (@CultRaina) October 7, 2021
દીપક ચાહરે પણ ઇન્સ્ટાગ્રામ પર પોતાની ખાસ ક્ષણ શેર કરી છે. બે તસવીરો મૂકીને દીપકે કેપ્શન આપ્યું કે તસવીર જ બધું કહી રહી છે, આપ સૌના આશીર્વાદની જરૂર છે.
https://twitter.com/Concussion__Sub/status/1446105773948293120?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1446105773948293120%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.aajtak.in%2Fsports%2Fipl-2021%2Fstory%2Fdeepak-chahar-propose-girlfriend-in-ground-csk-vs-pb-match-ipl-2021-tspo-1338127-2021-10-07
Deepak Chahar proposed his girlfriend, and it's a yes! pic.twitter.com/AGH7NBLdQj
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 7, 2021
તમને જણાવી દઈએ કે દીપક ચાહર ચેન્નઈ સુપર કિંગ્સની ટીમનો મહત્વનો ભાગ છે. જોકે, ગુરૂવારે રમાયેલી પંજાબ કિંગ્સ સામેની મેચમાં તેમનો સિક્કો કામ ન કરી શક્યો. દીપક ચાહરે 4 ઓવરમાં 48 રન આપ્યા હતા અને તે માત્ર એક વિકેટ મેળવી શક્યો હતો.
ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસ / આર્યન ખાન સહિત 8 આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા
National / રેલવેએ છ મહિના માટે કોરોના માર્ગદર્શિકા લંબાવી, મુસાફરી દરમિયાન રહેજો સાવધાન
