Ahmedabad News/ અમદાવાદ મેટ્રોના નવા કલર કોડ પ્રમાણે, બ્લુ, રેડ, યલો, વાયોલેટ લાઈનના રૂટ જાણો

અમદાવાદ-ગાંધીનગર મેટ્રો (Metro) નેટવર્ક માટે નવા કલર કોડ જાહેર કરાયા છે. બ્લુ, રેડ, યલો અને વાયોલેટ લાઈન દ્વારા કયા રૂટ જોડાય છે તે અહીં જાણો.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Metro

Ahmedabad News:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 11 જાન્યુઆરી, 2026ના રોજ અમદાવાદ-ગાંધીનગર મેટ્રોના ફેઝ-2ના અંતિમ સ્ટ્રેચ (સચિવાલયથી મહાત્મા મંદિર સુધી)નું લોકાર્પણ કર્યું છે. આ સાથે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેનું મેટ્રો (Metro) નેટવર્ક સંપૂર્ણપણે ઓપરેશનલ થઈ ગયું છે. આ વિકાસથી બંને શહેરો વચ્ચેની મુસાફરી વધુ સુવિધાયુક્ત, ઝડપી અને આર્થિક બની છે.

પ્રધાનમંત્રીએ મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનથી મેટ્રો (Metro)ટ્રેનને ફ્લેગ ઓફ કરી હતી. આ ઇવેન્ટમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. આ અંતિમ 7.8 કિમીના સ્ટ્રેચમાં 7 નવા સ્ટેશનો ઉમેરાયા છે, જેમાં અક્ષરધામ, ઓલ્ડ સેક્રેટરિયેટ, સેક્ટર-16, સેક્ટર-24 અને મહાત્મા મંદિરનો સમાવેશ થાય છે.

 Metro

દિલ્હી અને અન્ય મોટા મેટ્રો શહેરોની જેમ અમદાવાદ મેટ્રો (Metro)માં પણ રૂટ્સને અલગ-અલગ કલર કોડ અને નામ આપવામાં આવ્યા છે. આથી મુસાફરોને સ્ટેશન અને રૂટની ઓળખ સરળતાથી થઈ શકે છે. હાલમાં નેટવર્ક ચાર મુખ્ય લાઈનમાં વહેંચાયેલું છે.

Metro

મેટ્રો (Metro)ના નવા કલર કોડ

મુખ્ય લાઈન

રૂટ

ફેઝ

બ્લુ લાઈન વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ આ ફેઝ-1ની મુખ્ય લાઈન છે અને સંપૂર્ણ રીતે ઓપરેશનલ છે.
રેડ લાઈન APMC (વાસણા)થી મોટેરા સ્ટેડિયમ ફેઝ-1નો ભાગ, હવે ફેઝ-2 સાથે જોડાઈને લાંબો થયો
યલો લાઈન મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર આ લાઈન અમદાવાદને ગાંધીનગર સાથે સીધી જોડે છે
વાયોલેટ લાઈન GNLU થી ગિફ્ટ સિટી ( આ લાઈન ગિફ્ટ સિટી અને PDEU જેવા વિસ્તારોને કનેક્ટ કરે છે

આ નવા એક્સ્ટેન્શનથી અમદાવાદ-ગાંધીનગર વચ્ચેની મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઘટી ગયો છે. મોટેરાથી મહાત્મા મંદિર સુધીનું અંતર લગભગ 20-22 કિમી છે, જે મેટ્રો (Metro)થી 40-50 મિનિટમાં પૂરું થાય છે. માહિતી અનુસાર મોટેરાથી મહાત્મા મંદિર સુધીનું મહત્તમ ભાડું ₹25-₹40ની આસપાસ રહેવાની શક્યતા છે.


whatsapp જાહેરાત સફેદ ફોન્ટ મોટી સાઈઝ 2 4 બળાત્કાર બળાત્કાર છે, પતિ એ પતિ સાથે કરે છે: ગુજરાતી હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદ મેટ્રોની લિફ્ટ અને એસ્કેલેટર બંધ, મુસાફરોને ભારે હાલાકી

આ પણ વાંચો:અમદાવાદ મેટ્રોને નવરાત્રિમાં થઈ ટોચની કમાણી, 14.20 લાખ મુસાફરોએ કરી મુસાફરી…….