Ahmedabad News/ સમયસર બ્લાઉઝ સીવીને ન આપાવા બદલ કન્ઝ્યુમર કોર્ટે દરજીને 7,000 રૂપિયાનો દંડ ફટકાર્યો

કમિશને દરજીને મહિલાને 4,395 રૂપિયાની સંપૂર્ણ રકમ પરત કરવાનો આદેશ આપ્યો, સાથે જ રકમ પર 7% વાર્ષિક વ્યાજ પણ આપવું પડશે

Gujarat Trending
Tailor fined 7 for not sewing blouse

અમદાવાદમાં એક દરજીને સમયસર મહિલાને બ્લાઉઝ ન પહોંચાડવા બદલ ભારે દંડ ફટકારવામાં આવ્યો. એક મહિલા ગ્રાહકે 4,395 એડવાન્સ ચૂકવીને ટ્રેડિશનલ સાડી માટે બ્લાઉઝનો ઓર્ડર આપ્યો હતો, જે લગ્ન પ્રસંગ પહેલા તૈયાર થવો જોઈતો હતો. જોકે, દરજીએ નક્કી કરેલા સમય મુજબ કામ ન કરતા અને બ્લાઉઝ ઓર્ડર મુજબ ન સીવતા મહિલા ગ્રાહકે ગ્રાહક તકરાર નિવારણ પંચમાં ફરિયાદ દાખલ કરી હતી. પંચે દરજીને મહિલાએ ચૂકવેલી રકમ વ્યાજ સહિત પરત કરવા અને માનસિક હેરાનગતિ તથા કેસના ખર્ચ પેટે વધારાના 7000 દંડ પેટે ચૂકવવાનો આદેશ આપ્યો છે.

એડવાન્સ 4395 રૂપિયા સાથે લગ્ન માટે બ્લાઉઝ સિવવા આપ્યો
અમદાવાદના નવરંગપુરાના એક મહિલા ગ્રાહકે નવેમ્બર, 2024માં સોનીઝ ધી ડિઝાઇનર શોપ, સી.જી. રોડના ટેલર હરેશભાઇને લગ્નમાં ટ્રેડિશનલ સાડી માટે બ્લાઉઝની ડિઝાઇન અને કાપડ સાથે 4,395 રૂપિયા એડવાન્સમાં ચૂકવ્યા હતા. પરિવારમાં લગ્ન પ્રસંગ હોવાથી 24 ડિસેમ્બરે પહેરવાનું બ્લાઉઝ સમયસર તૈયાર થઈ જાય તેવી મહિલા ગ્રાહકને અપેક્ષા હતી. દરજી અને મહિલા વચ્ચે નક્કી થયેલા સમય પ્રમાણે તે 14 ડિસેમ્બરે બ્લાઉઝ લેવા ગયા હતા, પરંતુ બ્લાઉઝ મહિલાના ઓર્ડર મુજબ સીવીયો નહોતો.

મહિલાએ દરજીને લગ્ન પ્રસંગ પહેલા બ્લાઉઝ સીવી આપવા જણાવ્યું હતું, પરંતુ ત્યારબાદ પણ દરજીએ મહિલાને બ્લાઉઝ તૈયાર કરી આપ્યો નહીં. આથી મહિલા ગ્રાહકે સમયસર કામ ન કરવા બદલ દરજીને નોટિસ આપી, જેનો કોઈ જવાબ ના મળતા મહિલાએ અમદાવાદ ગ્રાહક તકરાર નિવારણ પંચમાં ફરિયાદ દાખલ કરી હતી. જેથી પંચે દરજીને નોટિસ પાઠવી હતી, પરંતુ તેણે કોઈ જવાબ આપ્યો નહોતો. એટલે કેસનો એકતરફી રીતે નિકાલ કરાયો હતો. કમિશન સમક્ષ મહિલાએ જાતે પોતાનો કેસ રજૂ કર્યો હતો.

કંજ્યુમર કોર્ટે દરજીને 7,000 રૂપિયાનો દંડ ફટકાર્યો
કમિશને હુકમમાં જણાવ્યું હતું કે, દરજીની બ્લાઉઝ સીવી ન આપવાની વૃત્તિ સેવા પ્રત્યેની ખામી દર્શાવે છે. તે કારણે ફરિયાદીને માનસિક તકલીફ થઈ છે. તેથી કમિશને દરજી હરીશભાઇને મહિલાએ ચૂકવેલ રકમ 4,395 રૂપિયા 7 ટકા વાર્ષિક વ્યાજ સહિત પરત આપવાનો અને માનસિક હેરાનગતિ તથા કેસના ખર્ચ માટે વધારાના વળતર પેટે 7 હજાર રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ વળતર દરજીએ 45 દિવસમાં ચૂકવવું પડશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: 4 ગુજરાતીઓનું ઈરાનમાં અપહરણ કરી કરોડો રૂપિયાની ખંડણીની માંગ કરવામાં આવી, પાકિસ્તાની એજન્ટનો હાથ હોવાની ચર્ચા

આ પણ વાંચો: આબુરોડની હોટલમાં 10,900 રૂપિયાનું બિલ ચૂકવ્યા વિના 5 ગુજરાતી ભાગી ગયા, સ્ટાફે પીછો કરી દબોચ્યા

આ પણ વાંચો: સિદ્ધપુરમાં કાત્યોકનો મેળો શરૂ થતા પહેલા દુર્ઘટના:ચકડોળ ફિટિંગની કામગીરી વખતે પગ લપસતા એક શખસ નીચે પટકાયો, બે વ્યક્તિને ઈજા