મુંબઈ
વરૂણ ધવન અને અનુષ્કા શર્માની ફિલ્મ ‘સુઈ ધાગા’નું પ્રથમ પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. અભિનેતા વરૂણ ધવનએ તેના ટ્વિટર પર આ પોસ્ટર શેર કર્યું છે. વરૂણ ધવનએ ટ્વિટમાં લખ્યું હતું કે, “Exclusive- બડે મોજ સે પેશ કરતે હૈ હમ સુઈ ધાગા મેડ ઇન ઇન્ડિયા કા પહલા પોસ્ટર! અબ ટ્રેલર કે લિએ જ્યાદા વક્ત નહીં બચા, આ પોસ્ટરના સાથે જ ટ્રેલરની રિલીઝ તારીખ પણ જણાવી છે.
વરૂણએ ટ્વીટરમાં લખ્યું હતું કે, “ટ્રેલર ઓગસ્ટ 13 ના રોજ રિલીઝ થશે. જોવાનું ભૂલતા નહીં..” ફિલ્મના પોસ્ટર વિશે વાત કરીએ તો, વરૂણ ધવન સાદા શર્ટ પેન્ટ અને હાફ સ્વેટર પહેરીને એક સામાન્ય માણસ જેવો દેખાય છે. અનુષ્કા શર્મા મિડિલ ક્લાસ મહિલાના લૂકમાં જોવા મળી રહી છે. તેને કાર્ડિગન અને સાડી પહેરી છે. અનુષ્કા પહેલી વાર આવા દેખાવમાં જોવા મળી રહી છે. વરુણ મૂછ સાથે એકદમ દરજીની ભૂમિકામાં સંપૂર્ણપણે ફિટ છે.
Exclusive -बड़े मौज से पेश करते हैं हम सुई धागा मेड इन इंडिया का पहला पोस्टर! अब ट्रेलर के लिए ज़्यादा वक़्त नहीं बचा! #SuiDhaagaMadeInIndia TRAILER OUT ON 13TH AUGUST! भूलना मत! pic.twitter.com/O30tAiMr9v
— Varun Dhawan (@Varun_dvn) August 10, 2018
પોસ્ટરના બ્રેકગ્રાઉંડ વિશે વાત કરીએ તો, આને એકદમ સામાન્ય દરજીની દુકાન જેવો દેખાવ આપવામાં આવ્યો છે. ફિલ્મની રિલીઝ ડેટ વિશે વાત કરવામાં આવે તો. આ વર્ષે સપ્ટેમ્બરમાં રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મ 28 સપ્ટેમ્બરના રોજ થિયેટરોમાં જોવા મળશે.
