Anand News/ આણંદના અડાસમાં બની રહેલો રેલવે ઓવરબ્રિજ ધરાશાયી, બાંધકામની ગુણવત્તા પર ઉઠ્યા સવાલ

આણંદ જિલ્લાના અડાસ ગામે વડોદરા ગતિશક્તિ યુનિટ હેઠળ બની રહેલા રેલવે ઓવરબ્રિજ (ROB)નો પ્રીસ્ટ્રેસ્ડ ગર્ડર અચાનક ધરાશાયી (Overbridge Collapse) થયો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ બાંધકામની ગુણવત્તા અને સુરક્ષા ધોરણો અંગે સવાલો ઉભા થયા છે.

Top Stories Gujarat Breaking News
Overbridge Collapse

Anand News:ગુજરાતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં વારંવાર થતી બાંધકામની નિષ્ફળતાઓએ ફરી એકવાર ચિંતાનું વાતાવરણ સર્જ્યું છે.આ વખતે આણંદ જિલ્લાના અડાસ ગામે વડોદરા ગતિશક્તિ યુનિટ હેઠળ બની રહેલા રેલવે ઓવરબ્રિજ (ROB)નો એક મોટો ભાગ અચાનક ધરાશાયી (Overbridge Collapse) થઈ ગયો છે. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

ભયાનક ધડાકા સાથે ઓવરબ્રિજનો ભાગ જમીનદોસ્ત (Overbridge Collapse)

આણંદ જિલ્લો, અડાસ ગામ, વડોદ અને અડાસ રોડ સ્ટેશન વચ્ચે રેલવે લેવલ ક્રોસિંગ ફાટક નંબર 250 બ્રિજના બે મુખ્ય પિલર વચ્ચેનો સ્પાન કડાકાભેર જમીનદોસ્ત (Overbridge Collapse) થઈ ગયો છે.આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને ભયાનક અવાજને કારણે સ્થાનિકો ભૂકંપ જેવી અનુભૂતિ થઈ હતી.પશ્ચિમ રેલવેના પીઆરઓએ  પુઘટનાનીષ્ટિ કરી છે. આ બ્રિજનું નિર્માણ વડોદરા ગતિશક્તિ યુનિટ દ્વારા કરવામાં આવી રહ્યું છે.

આ બ્રિજ પ્રીસ્ટ્રેસ્ડ ગર્ડર ટેક્નોલોજીથી બની રહ્યો હતો, જે આધુનિક અને વિશ્વસનીય માનવામાં આવે છે. તેમ છતાં પીયર કેપ પરથી ગર્ડરનું અચાનક તૂટી (Overbridge Collapse) પડવું એ બાંધકામની ગુણવત્તા, મટિરિયલ, ક્યોરિંગ અથવા લોડ વ્યવસ્થાપનમાં ગંભીર ખામી તરફ નિર્દેશ કરે છે. રેલવે અધિકારીઓએ તાત્કાલિક તપાસ શરૂ કરી છે.


આ પણ વાંચો: અમદાવાદમાં બ્રિજોની સુરક્ષા પર પ્રશ્નચિહ્ન: વાડજના ઓવરબ્રિજની હાલત બગડી

આ પણ વાંચો:ઇન્દિરા બ્રિજ પર તિરાડ,ખાડા, અમદાવાદ-ગાંધીનગરનો મહત્વપૂર્ણ માર્ગ જોખમી

આ પણ વાંચો:સાઇટ બની રકતરંજીત!,આંબાવાડીમાં સેન્ટ્રીંગની પાટ ધરાશાયી થતાં બે શ્રમિકોના મોત