ગુજરાતમાં કોરોંના કેસમાં દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો છે.ત્યારે સરકાર દ્વારા આ સંક્રમણ અટકવવા માટે ના પગલાં પણ લેવામાં આવી રહ્યા છે .ત્યારે મહેસાણા શહેરમાં સ્વંયભુ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.જેમના થી સંક્રમણને કાબુમાં લઇ શકાય.
ઉલ્લેખનીય છે કે , જિલ્લામાં કોરોના સંક્રમણની સ્થિતિ અંગે ચર્ચા કરવા માટે શહેરના ટાઉન હોલ ખાતે વેપારીઓની બેઠક મળી હતી. જેમાં વિકેન્ડ દરમિયાન સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ સિવાય વેપારી એસોસિએશનના સભ્યોએ ભેગા મળી સોમવારથી આગામી 31 એપ્રિલ સુધી શહેરના બજારો સાંજે 6 વાગ્યા સુધી જ ખુલ્લા રાખવાનો નિર્ણય લીધો છે. આમ સોમવાથી સાંજે 6 વાગ્યા પછી શહેરના બજારો બંધ રહેશે. જ્યારે મહેસાણા શહેરમાં ભરાતુ ગુજરી બજાર પણ રવિવારના રોજ બંધ રહેશે. બેઠકમાં પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ હાજર રહ્યા હતા.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
