વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બે દિવસની ગુજરાત યાત્રા સાથે જ અમદાવાદના અત્યંત સંવેદનશીલ દરિયાપુર વિસ્તારની તંબુ ચોકી પાસે કચરાપેટીમાંથી 15 જેટલા દેશી બનાવટના બોંબ મળી આવવાની ઘટનાએ સનસનાટી મચાવી દીધી હતી. બોંબનો જથ્થો મુકી ફરાર થઈ ગયેલા અજાણ્યા શખસની સીસીટીવીના ફુટેજના આધારે શોધખોળ હાથ ધરવામાં આવી છે. કચરાના ઠગલામાંથી મળી આવેલા 15 બોંબનો નાશ કરાયો હતો. જોકે મળી આવેલા ડ્બ્બા બોંબની તિવ્રતા સામાન્ય હોવાનું તારણ એફએસએલની ટીમે આપ્યું હતું. દિપાવલી પર્વ અને વિધાનસભાની ચુંટણીઓ આવી રહી છે તે સમયે જ બોંબ મળી આવવાની ઘટનાએ લોકોમાં દહેશત ફેલાવી દીધી હતી.
ચોકાવનારી વાત એ છે કે તંબુ પોલીસ ચોકી અત્યંત સંવેદનશીલ વિસ્તારમાં એટલા માટે શરુ કરાઈ છે કે ગુનેગારોની હરકતો પર નજર રાખી શકાય. પરંંતું પોલીસ ચોકીની દીવાલને અડીને આવેલી કચરા પેટીમાં કોઈ અજાણ્યા શખ્સ ભારે ચુપકીદી રાખીને 15 જેટલા બોંંબ મુકી ફરાર થઈ ગયો. તમાકુના ડબ્બામાં સ્ફોટક પાવડર, ખીલી, કોચના ટુકડા ભરી ઉપર સેલોટેપ મારવામાં આવી હતી. બોંંબની આ ઘટનાએ પોલીસને ચોંકાવી દીધી હતી. ઉપરાંત અત્યંત સંવેદનશીલ વિસ્તારના લોકોમાં પણ ભારે અફવા ફેલાવી દીધી હતી. આ ઘટનાની જાણ થતાં એફએસએલ, બોંંબ ડિસ્પોઝલ ટીમ અને ક્રાઈમ બ્રાંચની ટીમ પણ આવી પહોંચી હતી. પોલીસે બોંબ મુકી જનાર શખ્સને શોધવા માટે નજીકનાં રહેલા સીસીટીવી ફુટેેજ મેલી લીધા હતા.

ક્રાઇમ બ્રાન્ચના જોઈન્ટ કમિશનર જે કે ભટ્ટના જણાવ્યા અનુસાર, વહેલી સવારે તમાકુના ડબ્બામાં સ્ફોટક પાવડર, ખીલી, કોચના ટુકડા ભરી ઉપર સેલોટેપ મારીને મુકવામાં આવેલું બોક્સ મળી આવ્યું હતું. પ્રાથમિક દ્રષ્ટિએ બોંબ જેવી વસ્તુ લાગી હતી પરંતુ ત્યારબાદ કરાયેલી એફએસએલની તપાસમાં આ બોમ્બની તિવ્રતા સામાન્ય હોવાનું તારણ બહાર આવ્યું હતું. તેઓએ વધુમાં જણાવતા કહ્યું કે, પોલીસ દ્વારા અજાણ્યા શખ્સ સામે સીસીટીવી ફૂટેજના આધારે ઘનિષ્ટ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
બોંંબ ડિસ્પોઝલની ટીમે તરત જ બોંબનો જથ્થો નાશ કરી દીધો હતો. એફએસએલએ તારણ આપ્યું હતું કે, બોંબની તિવ્રતા સામાન્ય હતી. જે બોંબનો વિસ્ફોટ થાય તો સામાન્ય ઈજાઓ પણ ના થાય. કોઈ ચોક્કસ તત્વોએ લોકોમાં ભય ફેલાવવાના ઈરાદે બોંબ મુકી દીધા હોવાની શંકાઓ વ્યક્ત કરાઈ રહી છે.
આ અંગે દરિયાપુર પોલીસ સ્ટેશનમાં અજાણ્યાા શખસ વિરુધ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. બોંબ મુકી ફરાર થઈ ગયલા શખ્સને પોલીસ ગણતરીના કલાકોમાં શોધી કાઠશે તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી. ઘટના સ્થળ પાસેના સીસીટીવી કેમેરાના ફુટેજ પણ પોલીસને મળી આવ્યા છે.
