નવી દિલ્લી:
સંસદનું શિયાળુ સત્ર બોલાવવા માટે કોંગ્રેસ અને બીજેપીની વચ્ચે ઘમાસાણ ચાલુ છે. કેન્દ્રિય મંત્રી રવિશંકર પ્રસાદે મંગળવારે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર નિશાનો સાધતા કહ્યું કે અમે કોંગ્રેસને પૂછવા માંગીએ છીએ કે રાહુલ ગાંધી કેટલો સમય સંસદમાં રહેવાનું પસંદ કરે છે? રવિશંકર પ્રસાદે કહ્યું કે, જ્યારે નોટબંધી ચર્ચા દરમિયાન કોંગ્રેસને ખબર પડી કે અમે એક બાદ એક તથ્ય રજૂ કરી રહ્યાં છીએ ત્યારે કોંગ્રેસ પાર્ટી અંદરથી અસહજ થઈ જતી હતી, અને તેઓ સંસદમાંથી બહાર જતા રહેતાં હતાં.
