Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

USA/ ટ્વિટરે કર્યુ ડોનાલ્ડ ટ્રમ્પનું એકાઉન્ટ @realDonaldTrump હંમેશ માટે સસ્પેનડ

ટ્વિટર, ફેસબુક જેવા દિગ્ગજ સોશિયલ મીડિયાએ યુએસ કેપિટલમાં ભયાનક હિંસા બાદ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને કેટલાક કલાકો માટે બંધ કરવાની જાહેરાત કરી હતી. જો કે, શુક્રવારે ફેસબુકે

January 9, 2021Bhavesh Vyas
Top Stories World

ટ્વિટર, ફેસબુક જેવા દિગ્ગજ સોશિયલ મીડિયાએ યુએસ કેપિટલમાં ભયાનક હિંસા બાદ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને કેટલાક કલાકો માટે બંધ કરવાની જાહેરાત કરી હતી. જો કે, શુક્રવારે ફેસબુકે ટ્રમ્પનું ખાતું અનિશ્ચિત સમય માટે બંધ રાખવાની ઘોષણા કરી હતી અને હવે શનિવારે માઇક્રોબ્લોજિક સાઇટ ટ્વિટરએ ટ્રમ્પનું એકાઉન્ટ કાયમ માટે બંધ કરી દીધું છે.

ટ્વિટર સેફ્ટીએ આ સંદર્ભમાં એક બ્લોગને ટ્વીટ કર્યો છે, જે મુજબ, ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની હિંસા ભડકાવાના જોખમને કારણે ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વિટર એકાઉન્ટ ‘@realDonaldTrump’ કાયમ માટે બંધ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, યુએસ કેપિટોલ હિંસાના દિવસે ટ્વિટરએ ટ્રમ્પનું ખાતું 12 કલાક બંધ રાખ્યું હતું, અને એમ પણ કહ્યું હતું કે જો ટ્રમ્પ ટ્વીટ કરવાનું બંધ ન કરે તો ટ્રમ્પનું એકાઉન્ટ કાયમ માટે બંધ થઈ જશે.

https://twitter.com/TwitterSafety/status/1347684877634838528?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1347684877634838528%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.livehindustan.com%2Finternational%2Fstory-twitter-permanently-bans-donald-trump-after-us-capitol-violence-3733751.html

આપને જણાવી દઇએ કે, ટ્વિટરના 300 થી વધુ કર્મચારીઓએ સંસ્થાની અંદર એક અરજી પર હસ્તાક્ષર કરી ટ્રમ્પ પર પ્રતિબંધની માંગ કરી હતી. કર્મચારીઓએ કહ્યું કે તેઓ યુ.એસ. કેપિટલમાં થયેલી હિંસાથી ચોંકી ગયા છે અને ભવિષ્યમાં કોઈ નુકસાન ન થાય તે માટે ભૂલોથી પાઠ શીખવા જોઈએ. આ પહેલા ફેસબુકના સીઇઓ માર્ક ઝકરબર્ગે પણ ગુરુવારે જાહેરાત કરી હતી કે ડોનાલ્ડ ટ્રમ્પનું ખાતું અનિશ્ચિત સમય માટે બંધ કરી દેવામાં આવ્યું છે. ઝુકરબર્ગે એક નિવેદનમાં કહ્યું, ‘યુએસ સંસદ ભવનમાં તેમના સમર્થકોના કામની નિંદા કરવાને બદલે તેમના પ્લેટફોર્મનો ઉપયોગ કરવાના તેમના નિર્ણયથી અમેરિકા અને દુનિયાભરના લોકો પરેશાન થયા છે. અમે તેમના નિવેદનોને દૂર કર્યા કારણ કે અમને લાગ્યું કે આ હિંસાને વધુ વેગ આપશે.

ઉલ્લેખનીય છે કે ટ્રમ્પના સમર્થકોએ શાંતિપૂર્ણ રીતે સત્તાના સ્થાનાંતરણને નિષ્ફળ બનાવવા માટે કેપિટલ બિલ્ડિંગ (યુએસ સંસદ ભવન) પર હુમલો કર્યો હતો, જે દરમિયાન અભૂતપૂર્વ હિંસા અને અંધાધૂંધી ફાટી નીકળી હતી. આ હિંસામાં કુલ 5 લોકોનાં મોત થયાં હતાં.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…

Post navigation

ઉત્તર ભારતમાં શીત લહેર અને દક્ષિણભારતમાં વરસાદની આગાહી
પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું નિધન, 94 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, ભરતસિંહ સોલંકીનાં પિતા માધવસિંહ સોલંકી, આજે વહેલી સવારે લીધા અંતિમ શ્વાસ, માધવસિંહ સોલંકી કોંગ્રેસના વરિષ્ઠ નેતા હતા

More Posts

Gandhinagar/ CMની રાજકોટને મોટી ભેટ, મળશે નવું બસ મથક

January 13, 2021January 13, 2021padma prajay

ગુજરાત રમખાણ કેસ/ ATS દ્વારા ધરપકડ કરાયેલ ભૂતપૂર્વ IPS આરબી શ્રીકુમાર કોણ છે? શા માટે કરવામાં આવી ધરપકડ ?

June 26, 2022padma prajay

ઓડિશા ટ્રેન દુર્ઘટના/ બહાર આવ્યું દુર્ઘટનાનું કારણ, પહેલા સિગ્ન અપાયું અને પછી તરત પાછુ લઈ લેવાયુ

June 3, 2023jani
Indian crew ship પર ડ્રોન હુમલો

World News/ બ્લેક સીમાં ભારતીય ક્રૂ વાળા ઓઇલ ટેન્કર પર ડ્રોન હુમલો, 48 કલાકમાં ત્રીજી મોટી ઘટના

October 7, 2026October 7, 2026Abhay Jam

Womens Asia Cup T20/ સેમીફાઈનલમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની બાંગ્લાદેશ સામે થશે જોરદાર ટક્કર

July 26, 2024Heena Dave
Lawrence gang

Delhi News/ દિલ્હીમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગના ત્રણ શૂટરો ઝડપાયા, ટાર્ગેટ કિલિંગની હતી તૈયારી

July 12, 2026Reena Mamnani

bhopal news/ ભોપાલમાં સગીરાને કપડાં ઉતારીને માર મારવામાં આવ્યો, વીડિયો વાયરલ થતાં કેસ દાખલ

April 19, 2025April 19, 2025Panara Mansi

stock market news/ શેરબજાર આજે ઐતિહાસિક ટોચ પર, મોદી 3.0ની સરકારની રચના બાદ સેન્સકેસ 77,000ને પાર

June 10, 2024June 10, 2024Heena Dave

Ahmedabad News/ અમદાવાદના થલતેજમાં કૌટુંબિક ઝગડામાં બનેવીને સાળા પર ગોળીબાર, સાળો ગંભીર

September 28, 2025jani

viral news/ કલાસરૂમમાં સગીર સાથે શિક્ષિકાએ બાંધ્યા શારીરિક સંબંધ અને પછી જે થયું…

September 12, 2024Maya Sindhav
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy