ગીર સોમનાથ જિલ્લામાં સિઝનનો સરેરાશ 73.5મી.મી. વરસાદ.સૌથી વધુ વેરાવળ-પાટણ તાલુકામાં 1019 મી.મી. વરસાદ નોંધાયો.ગીર સોમનાથ તા.05 ગીર સોમનાથ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ રૂમ તરફથી પ્રાપ્ત અહેવાલ મુજબ 6 તાલુકામાં સિઝનનો અત્યાર સુધીનો સરેરાશ 793.5 મી.મી. જેટલો વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વેરાવળ તાલુકામાં 1049મી.મી. વરસાદ નોંધાયો છે. જેમાં સિઝનના અત્યાર સુધીના વરસાદના આંકડા જોઇએ તો ગીરગઢડા તાલુકામાં 574 મી.મી., તાલાલા તાલુકામાં 987 મી.મી., વેરાવળ-પાટણ તાલુકામાં 1019 મી.મી., સુત્રાપાડા તાલુકામાં 874 મી.મી., કોડિનાર તાલુકામાં 782 મી.મી. અને ઊના તાલુકામાં ૫૨૫ મી.મી. જેટલો વરસાદ નોંધયો છે.
આમ, જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટના કંટ્રોલ રૂમમાં તા.05-08-2024ના સાંજના 4 વાગ્યા સુધીમાં કુલ સરેરાશ ૭૯૩.૫ મી.મી. જેટલો વરસાદ નોંધાયો છે. ગીર સોમનાથ જિલ્લાના પ્રત્યેક તાલુકામાં આ મૌસમનો કુલ વરસાદની પરિસ્થિતિ જોઈએ તો જિલ્લામાં સૌથી વધુ વરસાદ વેરાવળ તાલુકામાં 1019મી.મી. નોંધાયો છે, જ્યારે ઊના તાલુકામાં સૌથી ઓછો ૫૨૫ મી.મી. વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો:દાહોદ નેશનલ હાઈવે બિસ્માર, વાહનચાલકોને હાલાકી
આ પણ વાંચો: રાજ્યમાં ૭૫મા વન મહોત્સવ ઉજવણી, PM મોદીના ‘એક પેડ મા કે નામ’ અભિયાનને સફળ બનાવવા CM ભૂપેન્દ્ર પટેલની પહેલ
આ પણ વાંચો: રાજકારણી-પોલીસની જુગલબંધીને તોડતો સરકારનો નિર્ણય
