BRICS Summit 2026 : નવી દિલ્હીમાં યોજાઈ રહેલા BRICS Summit 2026 ના બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વના નેતાઓને સંબોધિત કર્યા. પોતાના સંબોધનમાં PM મોદીએ રેઝિલિયન્સ, ઈનોવેશન, કોઓપરેશન અને સસ્ટેનેબિલિટી જેવા ચાર મુખ્ય સ્તંભો પર ભાર મૂક્યો. સાથે જ તેમણે ગ્લોબલ સાઉથના દેશોની જરૂરિયાતો અને BRICSના વધતા પ્રભાવ અંગે પણ વાત કરી.
PM મોદીએ કહ્યું કે BRICS અલગ-અલગ ખંડો, સંસ્કૃતિઓ અને વિકાસની અલગ યાત્રાઓને એક મંચ પર લાવવાનું કામ કરી રહ્યું છે. તેમના મતે BRICSની વધતી શક્તિ, આકર્ષણ અને તેના પ્રત્યે વિશ્વાસનું આ એક મોટું પ્રમાણ છે. ભારતની અધ્યક્ષતામાં તમામ પ્રયાસોને રેઝિલિયન્સ, ઈનોવેશન, કોઓપરેશન અને સસ્ટેનેબિલિટી પર કેન્દ્રિત કરવામાં આવ્યા છે.
BRICS Integrated Early Warning System પર સહમતિ
BRICS Summit 2026 દરમિયાન PM મોદીએ દુનિયામાં વધી રહેલા તણાવ અને તેના સામાન્ય લોકોના જીવન પર પડતા પ્રભાવ અંગે ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે મહામારી, ક્લાઈમેટ ડિઝાસ્ટર અને સપ્લાય ચેનમાં વિક્ષેપ જેવી ઘટનાઓએ બતાવ્યું છે કે આજના એકબીજા સાથે જોડાયેલા વિશ્વમાં કોઈપણ સંકટ માત્ર એક વિસ્તારમાં મર્યાદિત રહેતું નથી.
આ કારણે BRICSમાં રેઝિલિયન્સ વધારવા પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. પડકારોને સમયસર ઓળખવા, તેના માટે તૈયારી કરવા અને જરૂર પડ્યે ઝડપથી પગલાં લેવા જરૂરી છે. આ વિચાર સાથે ઈન્ફેક્શિયસ ડિસીઝના પ્રિવેન્શન અને રિસ્પોન્સ માટે Integrated Early Warning System પર સહમતિ બની છે.
ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને સપ્લાય ચેન પર ભાર
PM મોદીએ જણાવ્યું કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે Early Warning Data Integration Guidelines તૈયાર કરવામાં આવી છે. આ ઉપરાંતLogistics Supply Chain Cooperation Framework સપ્લાય ચેનને વધુ વિશ્વસનીય અને મજબૂત બનાવવામાં મદદરૂપ થશે.
ઈનોવેશનના ક્ષેત્રમાં BRICS Incubator Network દ્વારા સ્ટાર્ટઅપ્સ અને ઈન્ક્યુબેટર્સને એકબીજા સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. નવા અને મોટા પાયે ઉપયોગી થઈ શકે તેવા સોલ્યુશન્સને પ્રોત્સાહન આપવા માટે BRICS Startup Innovation Fundનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો છે.
ડિજિટલ એગ્રીકલ્ચરથી ખેડૂતોને નવી તક
Sharing my concluding remarks during BRICS Session on ‘Resilience, Innovation, Cooperation and Sustainability: Shaping the Future for Inclusive Global Growth.’ https://t.co/4E8aBDksfK
— Narendra Modi (@narendramodi) September 13, 2026
PM મોદીએ BRICS Network on Digital Agricultureનો પણ ઉલ્લેખ કર્યો. આ પહેલ દ્વારા AI, જિયોસ્પેશિયલ ટેક્નોલોજી અને ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ખેડૂતોની વાસ્તવિક જરૂરિયાતો સાથે જોડવામાં આવશે.
તેમણે કહ્યું કે ટેક્નોલોજીનો લાભ સમાજના દરેક વર્ગ સુધી પહોંચવો જોઈએ. ખેડૂતો, સ્ટાર્ટઅપ્સ, સંશોધકો, મહિલાઓ, યુવાનો અને સામાન્ય નાગરિકોને પણ ના સહયોગમાં સક્રિય ભાગીદાર બનાવવાની જરૂર છે.
ક્રિટિકલ મિનરલ્સના વેપારીકરણ સામે ચિંતા
PM મોદીએ ટેક્નોલોજી અને ક્રિટિકલ મિનરલ્સના ‘વેપનાઇઝેશન’ અંગે પણ ચિંતા વ્યક્ત કરી. તેમના અનુસાર, ટેક્નોલોજી અને મહત્વપૂર્ણ ખનિજ સંસાધનોનો હથિયાર તરીકે ઉપયોગ વૈશ્વિક પ્રગતિમાં અવરોધ બની શકે છે.
તેથી ટેક્નોલોજી અપનાવવામાં સમાવેશી અભિગમ જરૂરી છે. ભારતે ના મંચ પરથી મિત્રતા, ભાગીદારી અને સહયોગને આગળ વધારવાનો પ્રયાસ કર્યો છે.
BRICS Connectથી સ્કિલ્સ અને રોજગાર પર ભાર
PM મોદીએ BRICS Connect પહેલનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે આ માધ્યમથી સ્કિલ્સ, એમ્પ્લોયબિલિટી, મહિલાઓની વર્કફોર્સમાં ભાગીદારી, સોશિયલ સિક્યોરિટી અને કેપેસિટી બિલ્ડિંગને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.
નાના ઉદ્યોગોને જ્ઞાન, ફાઇનાન્સ અને નવા બજારો સાથે જોડવા માટે MSME Cooperation Portalની પહેલ કરવામાં આવી છે. શહેરો વચ્ચે શ્રેષ્ઠ પ્રથાઓ શેર કરવા માટે Urban Mobility Hub સ્થાપિત કરવાની દિશામાં પણ કામ કરવામાં આવ્યું છે.
વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન જરૂરી
BRICS Summit 2026માં PM મોદીએ વિકાસ અને પર્યાવરણ વચ્ચેના સંતુલન પર પણ ભાર મૂક્યો. તેમણે ભારતીય સંસ્કૃતિનો ઉલ્લેખ કરતા કહ્યું કે ભારતમાં પ્રકૃતિને માતાનું સ્થાન આપવામાં આવ્યું છે.
તેમના અનુસાર વિકાસ અને પર્યાવરણ એકબીજાના વિકલ્પ નહીં પરંતુ પૂરક છે. આ જ સસ્ટેનેબિલિટીની મૂળ ભાવના છે અને ભાવિ પેઢીઓ પ્રત્યેની જવાબદારી પણ છે.
આ દિશામાં Smart Grids અને Energy Storage માટે Digital Centre of Excellence બનાવવામાં આવ્યું છે. તે ક્લીન એનર્જી સિસ્ટમને વધુ વિશ્વસનીય, કાર્યક્ષમ અને સરળતાથી ઉપલબ્ધ બનાવવામાં મદદ કરી શકે છે.
ગ્લોબલ સાઉથ માટે BRICSના સોલ્યુશન્સ ઉપયોગી બને
PM મોદીએ કહ્યું કે BRICS દ્વારા Inclusive Global Growthને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમના મતે માં તૈયાર થતા સોલ્યુશન્સનો લાભ માત્ર દેશો સુધી મર્યાદિત ન રહે, પરંતુ ગ્લોબલ સાઉથના દેશોની જરૂરિયાતો અનુસાર તેને અપનાવી શકાય તેવા અને સરળતાથી ઉપલબ્ધ બનાવવામાં આવે.
તેમણે પોતાના અનુભવનો ઉલ્લેખ કરતાં કહ્યું કે માં ગ્લોબલ સાઉથના દેશોનો વિશ્વાસ વધ્યો છે. તેમની વાત સાંભળવામાં આવે છે, તેમના અનુભવોનું સન્માન કરવામાં આવે છે અને તેમની સાથે મળીને ઉકેલો તૈયાર કરવામાં આવે છે.
‘આપણી વિવિધતા આપણી ઓળખ બને’
સંબોધનના અંતે PM મોદીએ ની સૌથી મોટી શક્તિ તેની વિવિધતા અને સહયોગને ગણાવી. તેમણે કહ્યું કે અલગ-અલગ વાસ્તવિકતાઓ સાથે જોડાયેલા હોવા છતાં સહયોગ દ્વારા આગળ વધી શકાય છે.
PM મોદીએ સંદેશ આપ્યો કે “આપણી વિવિધતા આપણી ઓળખ બને, આપણો સહયોગ આપણી પ્રેરણા બને અને આપણી પ્રગતિ સમગ્ર માનવજાતના કામ આવે.”
આ સંદેશ સાથે PM મોદીએ ને માત્ર સરકારો વચ્ચેના સહયોગનું મંચ ન રાખીને ઉદ્યોગસાહસિકો, ખેડૂતો, સંશોધકો, મહિલાઓ, યુવાનો અને સામાન્ય નાગરિકોને જોડતું વધુ વ્યાપક વૈશ્વિક પ્લેટફોર્મ બનાવવાની દિશા પર ભાર મૂક્યો.
