World News : આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI Technology) ની સતત વધી રહેલી ઝડપ અને અનિયંત્રિત પ્રગતિ અંગે હવે વૈશ્વિક સ્તરે ચિંતાઓ ઘેરી બની રહી છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ AI ટેકનોલોજીના ભવિષ્ય અંગે ગંભીર ચેતવણી આપતા જણાવ્યું છે કે, જો આ ટેકનોલોજીના ઉપયોગ પર યોગ્ય નીતિ-નિયમો અને નિયંત્રણો લાદવામાં નહીં આવે, તો તે સમગ્ર માનવજાત માટે અત્યંત જોખમી સ્થિતિ નિર્માણ કરી શકે છે.
AI Technology : ડેમોક્રેટ્સ અને કાયદા ઘડવૈયાઓને ઓબામાની ખાસ સલાહ
એક ખાનગી કાર્યક્રમ દરમિયાન બરાક ઓબામાએ AI નીતિઓ પર ખુલ્લી ચર્ચા કરવાની પ્રબળ હિમાયત કરી હતી.ઓબામાએ ડેમોક્રેટિક પાર્ટીના નેતાઓને વિનંતી કરી છે કે તેઓ આગામી 2028 ની અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને તેના સુરક્ષા-આર્થિક પાસાઓને મુખ્ય મુદ્દો બનાવે.તેમણે હાઉસ માઈનોરિટી લીડર હકીમ જેફ્રીસને સલાહ આપી હતી કે મધ્યસત્ર ચૂંટણીઓ બાદ ગૃહમાં બહુમતી મળતાં જ AI રેગ્યુલેશન અને પબ્લિક પોલિસી ઘડવા પર પ્રાથમિકતાથી કામ કરવું જોઈએ.તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, આ ટેકનોલોજી હાલ ખાનગી કંપનીઓના હાથમાં ખૂબ ઝડપથી આગળ વધી રહી છે, જેને સાર્વજનિક હિતમાં નિયંત્રિત કરવી અનિવાર્ય છે.
ટેક ઈન્ડસ્ટ્રીના વિજ્ઞાનીઓ અને CEO પણ ચિંતામાં
ઓબામાનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અગ્રણી AI કંપનીઓના સંશોધકો અને સીઈઓ પોતે આ સિસ્ટમ્સના જોખમો અંગે અવાજ ઉઠાવી રહ્યા છે.એન્થ્રોપિક (Anthropic) ના સંશોધકોએ ચેતવણી આપી છે કે અનિયંત્રિત AI ઓટોનોમી, ઓટોમેટેડ હેકિંગ અને હેન્ડ્સ-ઓફ સિસ્ટમ્સ માનવજાતના વિનાશનું કારણ બની શકે છે.તાજેતરમાં એન્થ્રોપિકના સીઈઓ ડારિયો અમોડેઈ (Dario Amodei) એ ટેક કંપનીઓને AI મોડેલ ડેવલપમેન્ટની સ્પીડ થોડી ધીમી કરવા અપીલ કરી છે.OpenAI ના સીઈઓ સેમ ઓલ્ટમેન અને xAI ના સ્થાપક એલોન મસ્કે પણ AI સેફ્ટી અને ગવર્નન્સ પ્રોટોકોલ્સને સખત બનાવવાની બાબતને સમર્થન આપ્યું છે.
આ પણ વાંચો :અમેરિકામાં મોંઘવારીનો માર, ડીઝલના ભાવ રેકોર્ડ સપાટીએ; ટ્રમ્પ સરકારની ચિંતા વધી
આ પણ વાંચો :લગ્નની ના પાડતા 22 વર્ષીય યુવકે ભારતીય મૂળની મહિલાને ગોળી મારી, પછી આત્મહત્યા
આ પણ વાંચો :9/11 પહેલાં જ ભારત પર હુમલાનો વિચાર કરતો હતો ઓસામા બિન લાદેન? રિપોર્ટમાં થયો ખુલાસો
