અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ દેશ છોડીને ભાગી ગયેલા રાષ્ટ્રપતિ અશરફ ગનીની શરૂઆતમાં ક્યાં હતા એ કોઇ જાણતું ન હતું,પરતું તેમને સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) એ માનવતાના આધારે આશ્રય આપ્યો છે. યુએઈ દ્વારા જ આની પુષ્ટિ કરવામાં આવી હતી. આના થોડા સમય બાદ અશરફ ગનીએ અફઘાન લોકો માટે સંદેશો જારી કર્યો છે તેમણે કહ્યું કે જો હું કાબુલમાં રહ્યો હોત તો ત્યાં નરસંહાર થયો હોત, જેઓ મને ભાગેડુ કહે છે તેઓ આખી વાત જાણી લે, પૈસા લઈને ભાગી જવાની વાત છે, તે માત્ર એક અફવા છે. આમાં કોઈ સત્ય નથી.
તાલિબાને બે દિવસ પહેલા કાબુલમાં રાષ્ટ્રપતિ ભવન પર કબ્જો કર્યો હતો.બાદમાં રાષ્ટ્રપતિ અશરફ ગનીના દેશ છોડવાની માહિતી મળી. શરૂઆતમાં કહેવામાં આવ્યું હતું કે તે તાજિકિસ્તાન ગયા હતા , પરંતુ તેમને ત્યાં આશરો મળ્યો ન હતો.અશરફ ગનીએ અફઘાનિસ્તાન છોડ્યા બાદ ઘણી અફવાઓ પણ સામે આવી હતી. કેટલાક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે ગનીએ તેની સાથે ચાર કાર અને હેલિકોપ્ટરમાં ઘણા પૈસા લીધા હતા. જોકે, તેની પુષ્ટિ થઈ શકી નથી.
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને અફઘાનિસ્તાનના સંકટ પર દેશને સંબોધન કર્યો હતો . તેમણે અફઘાનિસ્તાનની તાજેતરની પરિસ્થિતિ માટે રાષ્ટ્રપતિ અશરફ ગનીને જવાબદાર ઠેરવ્યા. તેમણે કહ્યું કે અશરફ ગનીએ લડ્યા વગર પોતાનો દેશ છોડી દીધો.
