- જમ્મુ કાશ્મીરના અવંતીપોરામાં આતંકી અથડામણ
- સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ
- અથડામણમાં એક આતંકી ઠાર
- સુરક્ષાદળોએ વિસ્તારની કરી ઘેરાબંધી
જમ્મુ-કાશ્મીરનાં અવંતીપોરાનાં બારાગામ વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું છે. આ અથડામણમાં સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર કર્યો છે. આ ઓપરેશન પોલીસ, આર્મી અને CRPF ની સંયુક્ત ટીમ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો – મોટા સમાચાર / PM મોદીનું ટ્વિટર એકાઉન્ટ થોડી ક્ષણો માટે થયુ Hack, જાણો શું થયુ Tweet
જમ્મુ-કાશ્મીરનાં બારાગામ, અવંતીપોરામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ચાલી રહેલા એન્કાઉન્ટરને લઈને IGP કાશ્મીર વિજય કુમારે કહ્યું છે કે, સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર કર્યો છે. અનુમાન છે કે, આ વિસ્તારમાં ત્રણથી વધુ આતંકવાદીઓ હોઈ શકે છે. સુરક્ષા દળોને આ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની ગુપ્ત માહિતી મળી હતી. જે બાદ સેનાનાં જવાનો અને પોલીસે વિસ્તારને ઘેરી લીધો હતો. આ પછી બન્ને તરફથી ગોળીબાર શરૂ થયો હતો.
अवंतीपोरा के बरागाम इलाके में सुरक्षाबलों और आतंकवादियों के बीच जारी मुठभेड़ में एक आतंकवादी मारा गया: आईजीपी कश्मीर विजय कुमार https://t.co/CZ0f9WntZr
— ANI_HindiNews (@AHindinews) December 12, 2021
ઉલ્લેખનીય છે કે, આ દિવસોમાં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓ તેજ બની છે. બુધવારે જમ્મુ-કાશ્મીરનાં શોપિયાંમાં સુરક્ષાદળો સાથે આતંકવાદીઓની અથડામણ થઈ હતી. જેમાં સુરક્ષા દળોએ ત્રણ અજાણ્યા આતંકીઓને ઠાર કર્યા હતા. જમ્મુ-કાશ્મીર પોલીસનાં જણાવ્યા અનુસાર, પોલીસને આતંકવાદીઓની હાજરીની માહિતી મળી હતી. જે બાદ પોલીસે શોપિયાંનાં ચક-એ-ચોલાન ગામમાં આતંકીઓ વિરુદ્ધ સર્ચ અને સીઝ ઓપરેશન હાથ ધર્યું હતું. આ પછી પોલીસ અને સુરક્ષા દળોએ આતંકીઓને આત્મસમર્પણ કરવા કહ્યું. પરંતુ આતંકીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કર્યો હતો. જે બાદ જવાનોએ પણ કાર્યવાહી કરી અને વિસ્તારમાં છુપાયેલા ત્રણ આતંકીઓને ઠાર માર્યા.
