Ahmedabad News/ AMC ની સ્પષ્ટતા, NHL મેડિકલ કોલેજનાં ડીન અને પ્રોફેસરની પ્રતિક્રિયા

તપાસમાં 57 થી 58 કંપનીઓ માટે ક્લિનિકલ ટ્રાયલ કરી હોવાની માહિતી સામે આવી

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News  : વીએસ હોસ્પિટલમાં (VS Hospital) ક્લિનિકલ રિસર્ચનાં નામે મસમોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. હોસ્પિટલનાં પૂર્વ ડીન ડૉ. મનિષ પટેલે (Dr. Manish Patel) નિયમોની ઐસીતૈસી કરીને દર્દીઓ પર ક્લિનિકલ ટ્રાયલ કર્યા હોવાનો આરોપ થયો છે. મંજૂરી વિના દર્દીઓ પર ક્લિનિકલ ટ્રાયલ (Clinical Trial) કરીને કરોડો રૂપિયા રળ્યા હોવાનો પણ આક્ષેપ છે. આ કૌભાંડ મામલે અમદાવાદ મનપાની (AMC) સ્પષ્ટતા અને NHL મેડિકલ કોલેજની ડીન અને પ્રોફેસરની પ્રતિક્રિયા સામે આવી છે.

અમદાવાદની વીએસ હોસ્પિટલનાં (VS Hospital) પૂર્વ ડીન ડૉ. મનિષ પટેલે મંજૂરી વિના નિયમોને નેવે મૂકીને દર્દીઓ પર ક્લિનિકલ ટ્રાયલ કરીને કરોડો રૂપિયા રળ્યા હોવાનો આરોપ થયો છે. આ મામલે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની (AMC) એ સ્પષ્ટતા કરી છે. વીએસ હોસ્પિટલનાં DYMC ભરત પરમારે નિવેદન આપતા કહ્યું કે, આ મામલે કમિશનરને ફરિયાદ મળી હતી. જે બાદ તપાસ માટે એક કમિટીની રચના કરવામાં આવી હતી. એથિકલ કમિટીની (Ethical Committee) રચના કરવામાં આવ્યા બાદ તપાસ કરાઈ હતી. પ્રથમ રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો હતો. તપાસમાં જે લોકોની ભૂમિકા હતી એ તમામને સસ્પેન્ડ કરાયા છે. તેમણે કહ્યું કે, સમગ્ર કૌભાંડમાં હજું પણ તપાસ ચાલુ છે.

બીજી તરફ આ કૌભાંડ મુદ્દે NHL મેડિકલ કોલેજનાં ફાર્મોકોલોજી વિભાગનાં હેડ અને પ્રો. સુપ્રિયા મલ્હોત્રાની (Prof. Supriya Malhotra) પ્રતિક્રિયા પણ સામે આવી છે. તેમણે કહ્યું કે, ફાર્માસ્યુટિકલ કંપનીઓ તબીબોને આ માટે અપીલ કરે છે. અપીલ બાદ એથિકલ કમિટીને જણાવવામાં આવે છે. એથિકલ કમિટી જાણ કરે છે તે બાદ દર્દી પર એક્સપેરિમેન્ટ કરાય છે. એક્સપેરિમેન્ટ માટે દર્દીની સહમતી લેવામાં આવતી હોય છે.

જ્યારે, કોલેજનાં ડીન ચેરી શાહે (Cheri Shah) જણાવ્યું કે, તપાસમાં 57 થી 58 કંપનીઓ માટે ક્લિનિકલ ટ્રાયલ કરી હોવાની માહિતી સામે આવી છે. દરેક ડોક્ટરો પાસેથી માહિતી પણ મગાવવામાં આવી છે કે કેટલા ટ્રાયલ થયા છે ? VS હોસ્પિટલમાં (VS Hospital) એથિકલ કમિટી હતી જ નહીં. એથિક્સ કમિટીમાં રિપોર્ટ આવ્યો છે કે ડોક્ટરોએ કરેલા ક્લિનિકલ ટ્રાયલમાં સરકારી વસ્તુઓની ઉપયોગ કરાયો છે. અલગ-અલગ વેક્સિન, સ્કિન વગેરેની દવાઓનાં ટ્રાયલ કરવામાં આવ્યા છે. તેમણે આગળ કહ્યું કે, તપાસ હજું અધૂરી છે. વધુ તપાસ કરવામાં આવશે અને તે બાદ આ 9 લોકો સામે કાર્યવાહી પણ થઇ શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદ વી.એસ.હોસ્પિટલની બેદરકારી, મહિલાનો મૃતદેહ બદલાતા હોબાળો

આ પણ વાંચો:અમદાવાદ:વી.એસ. હોસ્પિટલ બહાર કોંગ્રેસનો દેખાવો

આ પણ વાંચો:તારક મહેતાના દેહનું દાન કરવામાં આવ્યુ, વી.એસ.હોસ્પિટલમાં મેડિકલ કોલેજમાં કરવામાં આવ્યું દાન