Not Set/ અમદાવાદ/ ઘરફોડ ચોરી કરતી ચડ્ડી-બનિયાનધારી ગેંગના સાગરીતોની ધરપકડ

  અમદાવાદ ગ્રામ્ય  LCBએ  ઘરફોડ ચોરી કરતી ચડ્ડી-બનિયાનધારી ગેંગના સાગરીતોની ધરપકડ કરી 30થી વધુ ગુનાનો ભેદ ઉકેલ્યો છે. પકડાયેલા સાતેય આરોપીઓ અગાઉ પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં ઘરફોડ ચોરીને અંજામ આપી ચૂકયા હોવાની કબૂલાતને પગલે પોલીસે વધુ ગુનાના ભેદ ઉકેલાય તે દિશામાં તપાસ શરૂ કરી છે. સાથે જ ચોરી કરેલ પાંચ લાખથી વધુનો મુદ્દામાલ અને રિવોલ્વર […]

Ahmedabad Gujarat
 

અમદાવાદ ગ્રામ્ય  LCBએ  ઘરફોડ ચોરી કરતી ચડ્ડી-બનિયાનધારી ગેંગના સાગરીતોની ધરપકડ કરી 30થી વધુ ગુનાનો ભેદ ઉકેલ્યો છે. પકડાયેલા સાતેય આરોપીઓ અગાઉ પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં ઘરફોડ ચોરીને અંજામ આપી ચૂકયા હોવાની કબૂલાતને પગલે પોલીસે વધુ ગુનાના ભેદ ઉકેલાય તે દિશામાં તપાસ શરૂ કરી છે. સાથે જ ચોરી કરેલ પાંચ લાખથી વધુનો મુદ્દામાલ અને રિવોલ્વર પણ કબજે કરી છે.

દિવસ હોય કે રાત ઘરફોડ ચોરી જ વ્યવસાય હતો ચોર ગેંગનો

  • ચડ્ડી-બનિયાનધારી રાજ્યના અલગ અલગ જિલ્લા અને શહેરોમાં ચોરી ને આપી ચૂકી છે અંજામ

  • ચડ્ડી-બનિયાનધારી ગેંગ પ્રતિકાર માટે પથ્થર તીક્ષ્ણ હથિયાર અને રિવોલ્વર પણ રાખતી સાથે

  • બે વર્ષમાં ૩૦ થી વધુ ઘરફોડ ચોરીને અંજામ આપી ચૂકેલી ગેંગ આખરે સકંજામાં

  • ઘર , ઓફિસ કે મંદિર મસ્જીદ ગમે ત્યાં ચોરી કરતી ચડ્ડી-બનિયાનધારી ગેંગ

  • અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ ગેંગના સાથ શખ્સોને ઝડપી મોટી સફળતા  પ્રાપ્ત કરી

  • ચોરીમાં ગયેલ રિવોલ્વર અને પાંચ લાખથી વધુનો મુદ્દામાલ પણ ગેંગ પાસેથી કબજે કરાયો

હાલમાં ચડ્ડી-બનિયાનધારી ગેંગના સાતેય આરોપી પોલીસ કસ્ટડીમાં છે. જેમણે ઘરફોડ ચોરી કરી રાજ્યભરમાં તરખાટ મચાવ્યો હતો.  છેલ્લા બે વર્ષમાં 30થી વધુ ગુનાને અંજામ આપી ચૂકેલી ચડ્ડી-બનિયાનધારી આખરે પોલીસના હાથે આવી છે.  ત્યારે અમદાવાદ ગ્રામ્ય એલસીબી દ્વારા સંખ્યાબંધ ગુનાનો ભેદ ઉકેલવા પ્રયાસો શરૂ કરાયા છે.  આ ગેંગનો મુખ્ય સૂત્રધાર શૈલેષ ઉર્ફે શેલો કટારા ઉંમરમાં ભલે નાનો હોય પરંતુ ઘરફોડ ચોરી કરવામાં એટલો જ ચાલક અને માસ્ટર માઈન્ડ છે.  તેમ છતાં પણ લાંબો સમય સુધી પોલીસ પકડથી દૂર નથી રહ્યો અને ગેંગના સાથે આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે.

પોલીસ તપાસમાં સામે આવ્યુ છે કે ચડ્ડી-બનિયાનધારી ગેંગનો ઘરફોડ ચોરી માટે અનોખી જ મોડેસ ઓપરેન્ડી હતી જેના માટે ગેંગના સાગરિતો પહેલેથી જ સજ્જ રહેતા. અને રેકી કરેલા  સ્થળ ઉપર પોતાનો વેશ  ધારણ કરી હથિયારથી સજજ થઈને ચોરીના ગુનાને અંજામ આપતી. એટલું જ નહીં પરંતુ ઘરફોડ ચોરી દરમિયાન કોઈ જાગી જાય અથવા પ્રતિકાર કરે તો તેમને ઈજા પહોંચાડી અને ફરાર પણ થઇ જતા. હાલ તો આ ગેંગે છેલ્લા એક વર્ષમાં રાજકોટ, હિંમતનગર, સુરત, ખેડા સહિત અન્ય જિલ્લાઓમાં પણ ઘરફોડ ચોરી કર્યાની કબૂલાત કરી છે. અને ૩૦ થી વધુ ગુનાને અંજામ આપ્યો હોવાની હકીકત સામે આવતા પોલીસે વધુ પૂછપરછ શરૂ કરી છે.

ચડ્ડી-બનિયાનધારી ગેંગના સાગરીતોએ અમદાવાદ ગ્રામ્યના અનેક વિસ્તારોમાં ચોરી કર્યા ની કબુલાત કરતા એ પણ સામે આવ્યું કે તાજેતરમાં જ રાજકોટમાં એક ફેક્ટરીનું શટર તોડીને ચોરી કરતા રિવોલ્વર પણ ચોરી કરી હતી. જેની સાથે છ કારતૂસ પણ ચોરી કર્યા હતા. જે પોલીસે કબ્જે કરી સીસીટીવી ફૂટેજ આધારે અન્ય ગુનાના ભેદ ઉકેલવા તપાસ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.