વલસાડ તાલુકાનું ધરાસણા ગામ.આ ગામ મીઠાના ઉત્પાદન માટે પ્રખ્યાત છે. 1930માં બ્રિટીશ શાસનમાં મીઠા પર વેરો લગાવવામાં આવ્યો હતો ત્યારે ધરાસણા ખાતે મહાત્મા ગાંધીએ સત્યાગ્રહ આંદોલન કર્યું હતું. વલસાડના ધરાસણા ગામમાં ઉત્પાદિત થતું મીઠું આખા ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં જાય છે.ધરાસણા ગામમાં મીઠાનું ઉત્પાદન કરતી અનેક રિફાઈનરી કંપનીઓ છે. મીઠાની આ રિફાઈનરીઓમાં કામ કરતા કોન્ટ્રાક્ટરો અને માલિકો તો દિવસેને દિવસે ધનવાન થતા જાય છે પણ રિફાઈનરી કંપનીઓમાં કામ કરતા અગરિયાઓની આર્થિક સ્થિતિ દિવસે દિવસે કથડતી જાય છે.
અગરિયાઓ દરિયાનું પાણી એકત્ર કરીને જમીનમાં પાળા બનાવીને અગરિયાઓ મીઠું તૈયાર કરે છે.પરસેવો પાડી નાખે તેવી મહેનત બાદ મીઠું તૈયાર થાય છે. કડકડતી ઠંડી હોય તો ધોમધખતો તાપ અગરિયાઓ દિવસ રાત મહેનત કરે છે. ભારે મહેનત કર્યા બાદ પણ અગરિયાઓને જોઈએ તેટલું વળતર મળતું નથી.રિફાઈનરીઓમાં એક દિવસમાં 1,000 ટન મીઠું પકવવામાં આવે છે.રિફાઈનરીના માલિકો તો કરોડોની કમાણી કરે છે પણ મીઠું પકવતા અગરિયાઓને ભારે મહેનત કર્યા બાદ પણ એક કિલો મીઠું પકવવાના મળે છે માત્ર 2 રૂપિયા જ.આખો દિવસ મહેનત કર્યા બાદ માંડ માંડ અગરિયાઓ 100-200 રૂપિયા કમાય છે.
વાવાઝોડા અને બદલાતી ઋતુમાં જ્યારે મીઠાના ઉત્પાદનમાં નુકસાન જાય ત્યારે સરકાર નુકસાનીનું વળતર પણ ચૂકવે છે.નુકસાનીનો સર્વે થયા બાદ વળતર ઉત્પાદનકારોને વળતર ચૂકવવામાં આવે છે પરંતુ અગરિયાઓને કોઈ વળતર આપવામાં આવતું નથી. ભારે મહેનત અને પરસેવો પાડીને મીઠું પકવતા અગરિયાઓની હાલત અત્યારે કફોડી છે ત્યારે સરકારે આ અગરિયાઓ સામે પણ જોવું જોઈએ.
ભોજનમાં મીઠું ભુલાઈ જાય તો આખું ભોજન પાણીમાં જાય. મીઠા વગરનું ભોજન જમવું તે એક દીવા સ્વપ્ન સમાન છે.મીઠુંએ ભોજનનો રાજા છે મીઠું અનેક દર્દની દવામાં પણ ગુણકારી છે. રસોડામાં મીઠુનાં હોય તો આપણે તમામ વસ્તુ ફીક્કી થઈ જાય છે. આપણા શરીરમાં લગભગ 200 ગ્રામ ‘મીઠું’ છે.આપણે પણ રોજ આઠથી દસ ગ્રામ એટલે કે બે ચમચી મીઠું રોજ ખાઈએ છીએ પણ ક્યારેય વિચાર્યું છે કે આ મીઠું કેવી રીતે બનતું હશે અને તેનું ઉત્પાદન કરતા લોકો કેવી હાલતમાં જીવે છે?
વલસાડ તાલુકાનું ધરાસણા ગામ જે સમગ્ર ગુજરાતમાં જાણીતું છે જ્યાં 1930 માં ભારતમાં બ્રિટિશ શાસન દરમિયાન લગાવવામાં આવેલા મીઠા પરના વેરાના વિરોધમાં ધરાસણા ખાતે મહાત્મા ગાંધી દ્વારા મીઠા સત્યાગ્રહ કરવામાં આવ્યો હતો. મીઠાના કોન્ટ્રાક્ટર્સ અને એક દિવસમાં 1,000 ટન મીઠું પેક કરતી રિફાઈનરીના માલિકો જેટલા પૈસા કમાય છે તેટલા પૈસા આ અગરિયાઓ કમાતા નથી.નમક બનાવતા અને તેને પેક કરીને વેચતા લોકોના ઘર જોઈએ તો બન્ને વચ્ચેની કમાણીનો ફરક સ્પષ્ટ દેખાય આવે છે.
મીઠાનો વ્યવસાય કરતા અગરિયાઓ દરિયાનું પાણી એકત્ર કરીને જમીનમાં પાળા બનાવીને મીઠાનું ઉત્પાદન કરે છે. ભારે જહેમત બાદ 6 મહિને આ અગરિયાઓ મીઠુ પકવી રહ્યા છે. કડકડતી ઠંહી હોય કે શરીરે આગ દઝાડતી ગરમી હોય. આ અગરિયાઓ દિવસ રાત જોયા વગર મહેનત કરે છે. પોતાના પરિવાર સાથે તેઓ જાણે સામાન્ય લોકોથી દૂર રણમાં અલગ દુનિયા વસાવીને રહે છે. આટલો ભોગ આપ્યા બાદ પણ જયારે તેમનું મીઠુ પાકે છે અને બજારમાં મુકવાનો વારો આવે છે.
ત્યારે તેનો ભાવ સાંભળીને આ અગરિયાઓના મોઠા કડવા થઈ જાય છે. જે આપણા રસોડાનો સ્વાદ સારો રાખવા દિવસ રાત મહેનત કરે છે તેમને પોતાની મજૂરી સામે સરખા પૈસા મળતા નથી. આ અગરિયાઓ આશરે 400 ગાડી જેટલો માલ (એક ગાડીમાં 200 બોરી એટલે 100 ક્વિન્ટલ ) મીઠાનું ઉત્પાદન કરે છે પરંતુ સરખો ભાવ ન મળવાના કારણે હાલ તેઓ હતા ત્યાના ત્યા છે. હવે તેઓ આ ઉદ્યોગને છોડીને અન્યત્ર સ્થળાંતર કરવાનુ વિચારતા હોવાથી આ ઉદ્યોગ પર સંકટ તોળાઈ રહ્યુ છે.
મીઠું પકવતા જયંતિ ભાઈ એ જણાવ્યું કે અગરિયાઓ રાત દિવસ મહેનથ કરીને મીઠુ પકવતા હોઈ છે. પરંતુ તેમને સરખો ભાવ મળતો નથી, 200/- રૂપિયર 1 કવીન્ટલ એટલે 1 કિલો મીઠાના માત્ર 2/- રૂપિયા ભાવ મળતા મીઠું પકવતા અગરિયા ઓને ભારે મુશ્કેલીનો વેઠવાનો વારો આવ્યો છે,સાથે સાથે વાતાવરણ માં બદલાવ/વાવાજોડું આવે તેમને મારવાનો વારો આવે છે,એક બાજુ સરકાર લઘુ ઉદ્યોગોને બેઠા કરવા વિવિધ યોજનાઓ પાછળ કરોડોનું ધોવાણ કરે છે..પરંતુ આ અગરિયાઓની માગ છે કે સરકાર તેમને સરખા ભાવ કરી આપે,આ જ મીઠુ મોલમાં અને અન્ય દુકાનોમાં 25 રૂપિયામાં વેચાય છે જેના કારણે આ જ અગરિયાઓ સરકારને કહી રહ્યા છે કે અમને અમારી મહેનતનું ફળ આપો.
સરકાર ને નમ્ર અપીલ છે કે તેઓ અમારી તરફ પણ ધ્યાન આપે અને અગરિયાઓને પણ ટેકા ના ભાવ આપે તો અમે જીવન જીવી શકીશુ નહિ તો અમારે મારવાનો વારો આવશે. બદલાતી મોસમ સાથે વાતાવરણ માં પલટો આવતા વાવાજોડામાં ભારે નુકસાન ઘણુ નુકશાન થતું હોઈ છે ત્યારે સરકાર પણ વાવાજોડામાં થયેલા નુકસાનનું સર્વે કરાવી વળતર આપે છે પણ જયારે જયારે વાવાજોડું આવે છે ત્યારે સર્વે તો થાય છે પરંતુ અગરિયાઓને વળતર નથી મળતું, આ અગાઉ પણ તાઉટે વાવાજોડું આવ્યું હતું જેમાં પણ સર્વે કરવામાં આવ્યો હતો પરંતુ અત્યાર સુધી વળતર નથી મડ્યું નથી, ત્યારે સરકાર એ નજર અગરિયા ઉપર કરે એની આશ જોઈ ને વલસાડ ના અગરિયા બેઠા છે.
આ પણ વાંચો:રાહુલ ગાંધી પર ભાજપે કર્યો વળતો પ્રહાર, કહ્યું- આ તેમના પરદાદા નેહરુનું ભારત નથી, મોદીનું ભારત છે…
આ પણ વાંચો: PM મોદી પર ભુટ્ટોની ટિપ્પણી સામે દેશભરમાં પ્રદર્શન કરશે ભાજપ, ભારતે પાકિસ્તાનને કહ્યું આતંકવાદનો પિતા
આ પણ વાંચો:મુંબઈમાં ભાજપ અને મહા અઘાડી શનિવારે આમને-સામને, બંનેએ રસ્તા પર ઉતરવાનું કર્યું એલાન
