Gandhinagar News/ દહેગામમાં નગરપાલિકા કાર્યક્રમ દરમિયાન પશુપાલકોનું પ્રદર્શન, પોલીસએ કેટલાકને અટકાયત કરી

ગાંધીનગર જિલ્લાના દહેગામમાં નગરપાલિકાના વિકાસકાર્યોના લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન પશુપાલકો દ્વારા વિરોધ (Dairy farmers protest) પ્રદર્શન કરવામાં આવ્યું. પોલીસ દ્વારા પરિસ્થિતિ કાબૂમાં લેવા કેટલાક લોકોને ડિટેઇન કરવામાં આવ્યા.

Top Stories Gandhinagar Gujarat Breaking News
દહેગામમાં વિકાસકાર્યોના કાર્યક્રમ વચ્ચે Dairy farmers protest

Gandhinagar News: ગાંધીનગર જિલ્લાના દહેગામ પંથકમાં દૂધ ઉત્પાદકો અને પશુપાલકો (Dairy farmers protest) છેલ્લા કેટલાક દિવસોથી પોતાની વિવિધ માગણીઓને લઈને આંદોલન કરી રહ્યા છે. આ દરમિયાન દહેગામ નગરપાલિકા દ્વારા યોજાયેલા વિકાસકાર્યોના લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન પશુપાલકો દ્વારા વિરોધ (Dairy farmers protest) પ્રદર્શન કરવામાં આવતા થોડા સમય માટે તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી.

દહેગામમાં Dairy farmers protest

મળતી માહિતી મુજબ દહેગામ નગરપાલિકા દ્વારા આશરે ₹96 કરોડના વિકાસકાર્યોના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સ્થાનિક જનપ્રતિનિધિઓ અને મહેમાનોની હાજરીમાં વિવિધ યોજનાઓનું લોકાર્પણ થવાનું હતું. કાર્યક્રમ સ્થળની બહાર મોટી સંખ્યામાં પશુપાલકો એકત્રિત થયા હતા અને પોતાની માગણીઓને લઈને સરકાર વિરુદ્ધ સૂત્રોચાર કર્યા હતા.

પશુપાલકોનું કહેવું છે કે તેઓ છેલ્લા કેટલાક દિવસોથી પોતાના પ્રશ્નોના ઉકેલ માટે પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ તેમની માંગણીઓ પર હજી સુધી યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. આ કારણે તેઓએ જાહેર કાર્યક્રમ દરમિયાન પોતાની વાત સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.

પ્રદર્શન (Dairy farmers protest) દરમિયાન માહોલ તંગ બનતા સ્થળ પર તૈનાત પોલીસ તંત્રએ પરિસ્થિતિ નિયંત્રિત કરવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે પ્રદર્શનકારીઓને સ્થળ પરથી હટાવ્યા હતા અને કેટલાક લોકોને અટકાયત કરી વાહનોમાં બેસાડી પોલીસ સ્ટેશન તરફ લઈ જવાયા હતા.

પશુપાલકોનો દાવો છે કે તેમની સમસ્યાઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી તેઓ પોતાની લડત ચાલુ રાખશે. બીજી તરફ પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી પગલાં લેવામાં આવ્યા હોવાનું જણાવાયું છે.


આ પણ વાંચો:ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયાનો મોટો નિર્ણય, હવે લાઇસન્સ વિના દૂધ વેચાણ નહીં

આ પણ વાંચો:દહેગામમાં દૂધ ખરીદી વિવાદ, પશુપાલકોનો વિરોધ, રસ્તા પર દૂધ રેડીને પ્રદર્શન

આ પણ વાંચો:ગાંધીનગરના દહેગામમાં પશુપાલકોનો વિરોધ તેજ, દૂધના ભાવ મુદ્દે ચક્કાજામ, ડેરી પર તાળાબંધીની ધમકી