Not Set/ કચ્છના ગજોડ વિસ્તારમાંથી સિંધુ સંસ્કૃતિના 4600 વર્ષ જૂના દિવાલ સહિતના અવષેશો મળ્યા

મંતવ્ય ન્યૂઝ, કચ્છ યુનિવર્સિટીના આર્કિયોલોજીકલ વિભાગ દ્વારા મુન્દ્રા તાલુકાના ગજોડની નાગમતી નદી અને આસપાસનાં વિસ્તારોમાં સંશોધન કરવામાં આવ્યું હતું. સંશોધન દરમિયાન સિંધુ સંસ્કૃતિનાં 4600 વર્ષ જૂના અવષેશો મળી આવ્યા છે. તાંબા ના હથિયાર , માટીના વાસણ ના ટૂકડા સહિતના અવશેષો મળતા સંશોધકોમાં ઉત્સુકતા જાગી છે. પુરાતત્વ અને ભૂસ્તર ક્ષેત્રે કચ્છમાં અવારનવાર સંશોધનો થતા હોય છે. […]

Gujarat Others

મંતવ્ય ન્યૂઝ,

કચ્છ યુનિવર્સિટીના આર્કિયોલોજીકલ વિભાગ દ્વારા મુન્દ્રા તાલુકાના ગજોડની નાગમતી નદી અને આસપાસનાં વિસ્તારોમાં સંશોધન કરવામાં આવ્યું હતું. સંશોધન દરમિયાન સિંધુ સંસ્કૃતિનાં 4600 વર્ષ જૂના અવષેશો મળી આવ્યા છે. તાંબા ના હથિયાર , માટીના વાસણ ના ટૂકડા સહિતના અવશેષો મળતા સંશોધકોમાં ઉત્સુકતા જાગી છે.

ખેતરની એક બાજુએથી દિવાલના અવશેષો હાથ લાગ્યા છે.

પુરાતત્વ અને ભૂસ્તર ક્ષેત્રે કચ્છમાં અવારનવાર સંશોધનો થતા હોય છે. ત્યારે મુન્દ્રા ના ગજોડ વિસ્તારમાં યુનિવર્સિટીની આર્કિયોલોજી ટીમ દ્વારા સંશોધન કરવામાં આવ્યું હતું. જેમાં ખેતરમાંથી તાંબાનું 4600 વર્ષ જૂનું હથિયાર તેમજ માટીના વાસણ ના ટૂકડા , પથ્થર , માટીમાંથી બનાવાયેલ મોતી , શંખમાંથી બનાવાયેલ બંગડીના ટુકડા મળી આવ્યા છે. સંશોધન દરમિયાન હથિયાર સહિતના અવશેષો સાથે ખેતરની એક બાજુએથી દિવાલના અવશેષો હાથ લાગ્યા છે. દીવાલની ઊંચાઈ જોતા અહીં જે તે સમયે કિલ્લાબંધી વાળું નગર હોવાની શકયતા વ્યક્ત કરાઈ છે.

તાંબાનું હથિયાર

ઉલ્લેખનીય છે કે ભારતમાં સિંધુ સંસ્કૃતિના અવશેષો તે સમયની વસ્તુઓની બેનમૂન બનાવટ, મજબૂતાઇ તેમજ અનેક વિશેષતાઓની ઝાંખી કરાવે છે. ખાસ કરીને કચ્છમાં થનારા સંશોધનમાં અવારનવાર અવશેષો મળતા હોય છે.